________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીના દેહનું સુંદર વર્ણન.
૨૩ ૭
દેવીના સ્થાને આવ્યું. ત્યાં પ્રતિછંદ સંહરી, નજીકમાં પ્રભુને મૂકી, તેણે પદ્મિનીની રવિની જેમ દેવીની નિદ્રા હરી લીધી. પછી ઓશીકા પાસે વસ્ત્રયુગલ તથા રત્નના કુંડલ-યુગલ મૂકી, આકાશમાં રવિની જેમ ચંદ્રવામાં કડાકંદુક-દડે લટકા. “અરિહંત સ્તનપાન કરતા નથી, એમ ધારી બેંકે પ્રભુના અંગુઠે વિવિધ આહારના રસયુકત અમૃત સંક્રમાવ્યું. પછી તેણે ધનદને આદેશ કર્યો કે – પ્રભુના પિતાનું ઘર તમે હિરણ્ય-રત્નાદિકથી ભરી ઘે. વળી દેવેંદ્ર તે વખતે બધા દેવેને એવી આજ્ઞા કરી કે-“જિનેશ્વર અને જિનમાતાનું જે અહિત ચિંતવશે, તેનું શિર, અર્જકમંજરીની જેમ સાત ખંડે ફુટશે.” એમ જણાવી, નંદીશ્વરે અઠ્ઠાઈ મહોત્સવ કરી, તે સ્વસ્થાને ગયે.
હવે લક્ષ્મણે દેવીએ જાગ્રત થતાં સ્વપ્નની જેમ રાત્રિને બધો વૃત્તાંત પિતાના સ્વામીને કહી સંભળાવ્યું. જે સાંભળતાં ભારે આનંદ પામી મહાસેન રાજાએ બાર દિવસ પ્રભુને જન્મમહત્સવ કરાવ્યો, અને સ્વજને સમક્ષ રાજાએ જણાવ્યું કે-એ બાળક માતાના ઉદરે આવતાં, દેવીને ચંદ્રપાનને દેહલે ઉત્પન્ન થ, તેથી એનું ચંદ્રપ્રભુ એવું નામ રાખીએ છીએ.” હવે સ્વામી નીકના જળને વૃક્ષની જેમ ઇંદ્ર સંકમાવેલ પિતાના અંગુકે રસામૃતનું યથેચ્છાએ પાન કરતા. વળી ઈંદ્રના આદેશથી રહેલ પંચ ધાત્રી–દેવીઓ મુનિને સમિતિની જેમ પ્રભુને કદિ મૂકતી નહિ. એમ પરસેવાના મલરહિત જેમને દેહ છે, જેમના માંસ અને શેણીત ધવલ છે. આહાર અને નિહાર જેમના અદશ્ય છે, જેમને શ્વાસ–મુખવાયુ સુગંધિ છે, જેમનું વજાત્રાષભ-નારાચ સંઘયણ છે અને જેમના દેહે ચંદ્રનું સુલાંછન છે એવા અષ્ટમ તીર્થેશ, બીજના ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યા. વયવૃદ્ધિની સ્પર્ધાથી જાણે સ્વામીની સાથે રૂપ, લાવણ્ય, કુશળતા રવિના