________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ મહોત્સવ. ૨૩૫ તે પિતાના આભિગિક દેવેને આજ્ઞા કરી કે તમે તીર્થોનું પાવન જળ શીઘ્ર લાવ” ત્યારે તેમણે દિવ્ય શક્તિ વડે રત્નના સુવર્ણના, રૂપાના મણિના અને માટીના ઘણા કળશે બનાવ્યા અને હરિદધિ, પુષ્કર સમુદ્ર પ્રમુખના, માગધાદિ તીર્થોનાં અને ગંગા પ્રમુખ નદીઓના જળ લાવી લાવીને તેમણે તે કળશે ભર્યા અને અમ્યુરેંદ્રને આજ્ઞા બજાવ્યાનું કહ્યું, પછી ઉત્તરાસંગ કરી, ભકિત પૂર્વક પુષ્પાંજલિને ધૂપ દઈ અમ્યુકે તે ભગવંતના ચરણે મૂકી. પછી જાણે મધુર ગુંજારવ કરતા મધુકવડે સ્વામીના ગુણ ગાતા હોય એવાં કમળયુકત કળશે, દેવોએ અચુતંદ્રને આપતાં એક હજારને આઠ કળશેવડે દેવેંદ્ર સમકાલે દેસહિત જિનેશ્વરનું સનાત્ર આરંવ્યું. ત્યારે કેટલાક દેવેપડહ વગાડતા, કેટલાક શંખ પૂરતા કેટલાક દુંદુભિ અને કેટલાક કાહલ વગાડતા તેમજ ઝાલર, ભેરી, ભંભા, કંસાલ પ્રમુખ બધાં વાજી તે વખતે દેવેએ પ્રમેદથી વગાડયાં. તથા દેવાંગનાઓ નાચતી અને કિન્નરીઓ ગાવા લાગી, વળી તેમના સ્વામીઓ-ઇંદ્રો બંદિભાવ પામીને બિરદાવલિ બેલવા લાગ્યા. વધારે શું કહેવું પણ ત્રિલેકગુરૂના જન્મ-દિવસને પામતાં તે વખતે બધા દેવે ભારે આનંદ પામીને કીડા કરવા લાગ્યા. એ પ્રમાણે બીજા બાસઠ ઇંદ્રોએ પણ આનંદથી અનુક્રમે અષ્ટમ તીર્થપતિનું ન્હવણ કર્યું. આ વખતે ભગવંતને ઉત્સંગમાં લઈ, સૌધર્મેદ્રની જેમ ઈશાનેદ્ર સિંહાસન પર બેઠે અને સૌધર્મપતિએ પ્રભુની ચોતરફ ફાટિક-રત્નના ચાર ઉંચા વૃષભ વિકુવ્યું. તેમના પાતાલને ફેડનાખે તેવા ઉંચા આઠ શીંગડાંથી વારિધારા પ્રગટ થઈ અને તે સુરાસુરની દેવીઓએ કૌતુકથી જોતાં, સમુદ્રમાં નદીની જેમ ભગવંતના શરીરે પડવા લાગી. એમ જળયંત્રની જેમ તે ઇંગેથી નીકળતા જળવડે સૌધર્મ સ્વામીએ ભગવંતને ન્યુવરાવ્યા. સ્વામિના શિરપરથી પડતા સ્નાનજળને ઝીલી, સંતપ્ત કુંજરની જેમ ઈંદ્રો