________________
૨૩૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
પામ્યું. શરદ તુના વેગે ચંદ્રકાંતિ અધિક પ્રભાવતી થાય જ. તેના પ્રભાવે વૈર સર્વત્ર શાંત થયું. ઘનાઘન-મેઘના આવવાથી સંતાપે બધા સમી જ જાય. પછી નવ માસ અને સાડા સાત દિવસ થતાં, પોષ માસની કૃષ્ણ બારસની રાતે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને પેગ આવતાં, બૃહસ્પતિ, ચંદ્ર, શુક; રવિ, લેમ, શની અને બુધ શુભ સ્થાને રહેતાં, સિંહણ જેમ પંચાનન, છીપ જેમ મેતીને, મેઘાવલિ જેમ વિદ્યુત્યુંજને તેમ લક્ષ્મણી દેવીએ પુત્રને જન્મ આપે. એટલે જરાયુ અને રકત પ્રમુખના કલંકરહિત, ઉપ્તાદક-શચ્યામાં ઉપ્તન્ન થયેલ દેવની જેમ પ્રભુ સેવા લાગ્યા. પ્રકૃષ્ટ તેજસ્વી અને ત્રણ લેકના એક સૂર્ય એવા પ્રભુને જોતાં પૂર્વસંધ્યાની જેમ દેવીનું મુખ-કમળ અત્યંત વિકાસ પામ્યું. એવામાં સાધુ સ્વભાવની જેમ શીતલ અને જેને આનંદ પમાડનાર સુગંધિ વાયુ વાવા લાગ્યું. તત્કાળ ત્રણે લેકમાં ત્રસ–સ્થાવર જીવેને સુખકારી અને વિસ્મય પમાડનાર ઉત થયે. પૂર્વે સુખ ન પામેલ એવા નારક જીવને પણ ક્ષણભર સુખ થયું, તે તિર્યંચ, મનુષ્ય અને દેવાસુરેને માટે તે પૂછવું જ શું? ત્યારે જીવના પુણ્યની જેમ વાયુકુમારેએ તરત સર્વ મળ દૂર કરતાં પૃથ્વીને શુદ્ધ કરી. ત્યાં ગુરૂના આદેશની જેમ મેઘકુમાર દેએ ગંધદકવડે મલિન કારક રજ દૂરશાંત કરી. સિંચાયેલ બીજવાળી ભૂમિની જેમ પૃથ્વી વિકાસ પામી અને ઋતુ-દેવતાઓએ પાંચ વર્ણનાં પુષ્પ વરસાવ્યાં. કિંકર દેવેએ વગાડયા વિના પિતાની મેળે જાણે હર્ષથી જ આકાશમાં દુંદભી વાગી.
હવે અલકની વસનારી ભેગંકરા, ભેગવતી, સુભેગા, ભેગમાલિની, તેયધરા, વિચિત્રા, પુષ્પમાળા, અને અનિંદિતા એ આઠ દિશિકુમારીઓ આસન ચલાયમાન થતાં તરત સૂતિકાગ્રહ પ્રત્યે આવી અને અષ્ટમ જિનેશ્વર તથા લક્ષ્મણ