________________
ર૩ર
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. રને ભરી, તેની ઉપર હરિત-મણિના પીઠની રચના કરી. પછી જન્મ ગૃહથી દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ભાગે ચતુશાલયુકત ત્રણ કદલીગ્રહ કરી, તેમાં ત્રણ મણિનાં સિંહાસન દિવ્ય શકિતથી બનાવ્યાં કે જે મણિ—કંચનથી દેદીપ્યમાન હતાં. ત્યાં દક્ષિણ સિંહાસન પર જિન અને જિન જનનીને લઈ, ગંધ તેલથી મર્દન અને મહદ્ધિક વસ્ત્રથી ઉદ્વર્તન કરી, પૂર્વના સિંહાસન પર બિરાજમાન કરી, ભકિતપૂર્વક તેમણે બંનેને દિવ્ય જળથી ન્હવરાવ્યા. પછી સુગંધિ વિલેપન લગાડી, દિવ્ય અલંકાર વસ્ત્રોથી અલંકૃત કરી, ઉત્તર સિંહાસને બાવનાચંદને અગ્નિ જગાવી, હોમ કરી, રક્ષા પિટલી તેમણે બંનેને બાંધી. કારણ કે કુમારીઓને એ ભકિત ક્રમ છે. પછી કમળ શબ્દ તેમણે પ્રભુના કાનમાં “પર્વત સમાન તમે મેટી આવરદાવાળા થાઓ” એમ કહી, તે પાષાણના ગેળા ઉછાળવા લાગી. ત્યાંથી ભગવંત તથા તેમની માતાને પાછા સૂતિ કાગ્રહમાં મૂકી તે છપન્ન કુમારીઓ મંગલ ગાવા લાગી.
એવામાં પર્વતના મૂળ સમાન સ્થિર છતાં તે વખતે એકી સાથે હૃદયે સાથે એકદમ ઇદ્રના આસને ચલાયમાન થયાં. જ્યારે સૌધર્મસ્વામી રેષથી રકત લોચન કરતાં ચિંતવવા લાગે કે –
અરે! આજે સ્વર્ગની ભેગ-લક્ષ્મી કેનાથી વિમુખ થવા માગે છે. અથવા તે કેણ દુઃખ--સાગરમાં ડુબવા ઈચ્છે છે? કે અકમાત્ આ અમારું આસન તેણે ચલાયમાન કર્યું.” એમ ચિંતાતુર બની તરફ ઇંદ્ર જેટલામાં દષ્ટિ ફેરવે છે, તેવામાં આગળ કંઈ ન જેવાથી ફરી તે વિચાર કરે છે કે શું આ ચ્યવન કાલ પાસે આવ્યું છે? ના, તે પણ ઘટિત નથી. કારણ કે પુષ્પ ગ્લાનિ પામ્યાં નથી અને કલ્પવૃક્ષ કપિત નથી થયું, વળી વસ્ત્ર પણ મલિન નથી, લેકચનમાં દીર્ઘતા નથી, દષ્ટિ નિનિમેષ છે, ઇંદ્રાણી શકાતુર નથી, તે એ શું થવા પામ્યું? એમ વિકલ્પથી વ્યાકુળ