________________
ESS
द्वितीय परिच्छेद .
શ્રી ચદ્રપ્રભસ્વામીના જન્મ. વે સર્વાં સમૃદ્ધિ પૂર્ણ, લાંખી, પહેાળી અને વિસ્તૃત એવી તેજ ચદ્રાનના નામે નગરીમાં અનુક્રમે મહાસેન નામે રાજા થયા કે જેને અન્ય રાજાઓ આવીને નમ્યા હતા અને જેના પ્રતાપ સદા પૃથ્વીનો વિજય કરતા હતા. તેને લક્ષ્મણા નામે ભાર્યાં કેજે લક્ષણે સંપૂર્ણ અને જેણે પોતાની મુખ–લક્ષ્મીવડે ચંદ્રમાને જીતી લીધેા હતા. તે પતિવ્રતા જોકે સર્વાંગે લાવણ્ય ધારણ કરતી, છતાં વાણીની જેમ દૃષ્ટિવડે પણ અમૃત વરસાવતી હતી. એવા અવસરે વૈજ્યંત વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સુખે ભાગવી, પદ્મ રાજાને જીવ, ચૈત્ર માસની કૃષ્ણ પંચમીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને યાગ થતાં શુભ વેળા અને શુભ લગ્ને ત્યાંથી ચવી, ત્રણ જ્ઞાનધારી ચંદ્રપ્રભ સ્વામી, માનસ— સરાવથકી ગ’ગાતટે આવતા હંસની જેમ લક્ષ્મણા દેવીના ઉદરમાં અવતર્યા. જ્યારે સ્વામી અવતર્યાં, તે વખતે ત્રણે ભુવનમાં ઉદ્યોત થયા અને નારક જીવાને પણ ક્ષણભર સુખ થયું. ભગવત ગર્ભમાં આવ્યા, તે રાતે વાસગૃહમાં સુખે સુતેલ લક્ષ્મણા દેવીએ
આ પ્રમાણે ચાદ સ્વપ્રો જોયાં—તેમાં પ્રથમ સ્વપ્ને ચાર દાંત-વાળા શ્વેતવ યુકત, ક્રમેાન્નત, મદ ઝરતા અને જગમ કૈલાસ સમાન રમણીય એવા ગજરાજ દીઠા. બીજે રવઘ્ને પીનસ્કધ, ધવલ, સરલ પુયુકત કલ્યાણુ—કિંકિણીને ધારણ કરનાર તથા વીજળી