________________
અજાપુત્રની કથા.
૨૨૫
તરત ત્યાં ગયો અને યથાવિધિ નમીને શુદ્ધ ભૂમિપર બેઠે. એટલે જ્ઞાનીએ સંસાર-દાવાનળને શાંત કરવામાં મેઘમાળા અને મેહમાતંગને છેદવામાં સિંહણ સમાન સદ્ધર્મ–દેશના આપી. પછી અવસરે રાજાએ મનને સદેહ પૂછવાને વિચાર કર્યો, ત્યાં જ્ઞાની બોલ્યા- હે રાજન્ ! મંત્રીની પુત્રી, તારી પ્રિયા સતી છે, એમ જ્ઞાનીની વાણી સાંભળી રાજાને વિચાર આવ્યો કે “હ? મને ધિકાર છે કે મેં મૂહે તેવી નિર્દોષ સતીને પરાભવ પમાડ અને વળી અદ્યાપિ વિષયરૂપ અશુચિ કાદવમાં હું મગ્ન થઈ વિષ્ટાની ગાસી તુલ્ય નવનવી નિતંગિનીને સ્વીકાર્યા કરું છું, પરંતુ અનેક ભવના આલવાલ-ક્યારારૂપ સંસાર કુક્ષેત્રમાં બદ્ધમૂલ પાપને છેદનાર શમ-સંપદાને સ્વીકારતા નથી.”
એ પ્રમાણે તેજ વૈરાગ્ય–સૂર્યથી અંધકાર–તમેગુણને પરાસ્ત કરતાં લક્ષ્મીબુદ્ધિ રાજાએ રાજ્ય તજી દક્ષા લીધી અને પરિષહની ધાડને સાવધાને સહન કરતાં તે મુનિ જિનની મુદ્રારૂપ દીક્ષા બરાબર પાળવા લાગ્યા. પછી આયુઃ પૂર્ણ થતાં મરણ પામી તે અચુત નામા બારમા દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી ચવીને તે રાજા થયો. તે પૂર્વભવે શ્રદ્ધાથી સાધુને સમ્યક દાન દીધું, તેથી રાજ્યને સ્વામી થયે. વળી તે સતી સાધ્વી સગર્ભા ભાર્યાને તે નિષ્ફરતાએ ઘરથી કહાવ મૂકી, તે કર્મ–વિપાકના તું એકલો સુધાપિપાસા વેઠીને દેશાંતરે ભમ્યો.” એ રીતે પાપનો ધ્વંસ કરનારી ગુરૂવાણી સાંભળતાં ક્ષમાધારી રાજાએ ગુરૂપાસે એ અભિગ્રહ લીધે કે મારે સમ્યક સ્વરૂપ જાણ્યા વિના કેઈ પ્રત્યે રોષ ન કરે? એમ રાજાએ પ્રગટ નિયમ લીધે. પછી રાજાએ અંજલિ જેને ગુરૂને પુનઃ પૂછ્યું કે- હે પ્રભે ! મને મેક્ષ પ્રાપ્ત થશે કે નહિ? તે કહો.” એટલે જ્ઞાનથી જાણી ગુરૂ બોલ્યા કે—“હે
૧૫