________________
૨૨૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર
એ તેને બંધમુકત કરાવ્યું. પછી શકુંતલાના સંગ–વિયેગથી ખેદ પામતા રાજાએ શેધ કરાવતાં પણ તે પ્રિયા કયાં જોવામાં ન આવી. કેટલાક વખત પછી રાજા કંઠેષિના આશ્રમે જતાં ત્યાં સિંહ સાથે યુદ્ધ કરતા પોતાના પ્રિય પુત્રને તે જોશે અને આ મારો પુત્ર અને પરાક્રમી છે, એમ તે જાણશે, તથા ત્યાં પ્રિયાને જોઈ પરમ પ્રમોદ પામશે. એમ દુષ્યત રાજા શકુંતલાને ભૂલી ગયે, છતાં મુદ્રાના અભિજ્ઞાનથી તે ફરી શકુંતલાને પરમ સ્નેહી બ. તેમ એ તારી સખી કંઈક સંકેત–વચન કહી, પતિને કેમ પ્રત્યય પમાડતી નથી ?” ત્યારે કુજિકા બેલી કે– હે મહાભાગ! એ અમારી સખી બહુજ સરલ છે, તે પતિ પ્રત્યેના વાચ, કર્તવ્ય કે જ્ઞાતવ્ય કશું જાણતી નથી. એવામાં સૂર્યોદય થયે અને રજનીને ચારનાર તેણે પોતાના કર-કિરણવતી આકાશના અંધકાર -પટને હરી લીધે. એટલે બુદ્ધિસંધાન નામે તે રાજાને પ્રધાન કે જે રૂદન કરતી તે સ્ત્રીને પિતા, તે ત્યાં આવ્યો. “અરે! આ તે મારે મંત્રી બુદ્ધિસંધાન એમ તેને ઓળખી, રાજા જરા દૂર થઈને પિતાના ઘરે ચાલ્યા ગયે. ત્યાં તે ચિંતવવા લાગ્યા કે—મંત્રી
ત્યાં વનમાં આવ્યું, તેથી લાગે છે કે રૂદન કરતી અને સખીયુકત તે સ્ત્રી એની પુત્રી હશે, કે જેને હું પરણ્ય હતું, તેજ એ હશે, બીજી નહિ, અને ગર્ભના સદેહથી મેં એને ઘરથી કહી મૂકી. તે શું એ મરવાને બહાર આવી હશે? અને તેને પિતા પિતાની સગર્ભ પુત્રીને પણ શું પાછી ઘરે લઈ જશે? તેને ગર્ભ મારાથી થયો છે કે બીજા કેઈથી? તે જ્ઞાની વિના બરાબર જાણી શકાય તેમ નથી.” એમ રાજા પિતે સભામાં બેસી વિચાર કરે છે, તેવામાં ઉદ્યાનપાલકે આવી, અંજલિજેને વિનંતિ કરી કે... હે રાજન! બ્રહ્માંડ-ભાંડમાં રહેલ વસ્તુ બતાવવાથી આરાધવા લાયક એવા કઈ જ્ઞાની ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યારે ગર્ભ–સદેહ ટાળવા માટે રાજા