________________
૧૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
"
શૂન્ય
,
વિનાની જોતાં ઉંચેથી પેાકાર કર્યાં કે— હા ! માતા ! હું હુણાઇ, અરે ! મારી વીંટી કયાં ગઇ ? ' એમ વિલાપ કરતાં આમ તેમ તે જોવા લાગી અને બેાલી કે— અરે ! રાજાએ પેાતે આપેલ વીંટી કેાઈએ ચારી લીધી કે પેાતે કયાં પડી ગઈ, તે હું જાણતી નથી.’ એટલે રાજા સત્યવચની થઇ મેલ્યું કે— હું મંત્રિન્ ! જીઆ,અરણ્યવાસી, મુગ્ધ અને વ્રતધારી તાપસીઓની સત્યતા, અહા ! ધૃષ્ટતા ! અહા ! આશ્રમવાસી સ્ત્રીની ધૃષ્ટતા ! કે જે અસત્યને સાક્ષાત્ સત્ય કરી બતાવવા માગે છે.’ અરે ! તમે પણ માયાવી અને પાખંડી છે. એને માયાવી મનાવીને તમે વિશ્વને પરાભવ પમાડે છે. ત્યારે તાપસ અપરાધથી ક્રોધાવેશને રાકતાં ખેલ્યા કે—‹ હે રાજન ! અમે સ્ત્રીઓનુ ચેષ્ટિત કંઈપણુ જાણતા નથી. ગુરૂએ મને અભ્યનાપૂર્વક શકુંતલા સોંપવા માકલ્ચા છે. તે જોઇ તેણીને સ્વીકાર કે તજી દે, હવેથી તું એના સ્વામી છે.’ એમ કહી તે મુનિ તરત આશ્રમ પ્રત્યે ચાલ્યા. એટલે પાછળ આવતી શકુંતલાને તેણે કાપ લાવી કહ્યું કે હું દુરાત્મા ! દુષ્ટા ! પાપિણ ! કુલને કલંક લગાડનાર ! હે દુઃશીલા ! તું મારી પાછળ આવીશ નહિ. તારા પતિના આશ્રય લે. આટલા દિવસ રહીને તે અમને કલંકિત કર્યાં, અને હવે આવીને શું તે કલકપર ચૂલિકા ચઢાવીશ?' એમ કહેતાં, મંદગામી શકુંતલાને તજી, પરિવાર સહિત તે આશ્રમના સીધા માર્ગે ચાલતા થયા. મુનિના ગયા પછી રાજાની આગળ આવતાં, દુચતે પણ તેના નિષેધ કર્યાં, એટલે રૂદન કરતી શકુંતલા પૃથ્વીને કહેવા લાગી કે— હું પૃથ્વી માતા ! મને દુષ્ટ પતિએ અને ઋષિઓએ પણ તજી દીધી, તેથી અન્ય કાંઇ શરણુ નથી. માટે તું દ્વિધા થઇ જા કે જેથી હું તારામાં સમાઈ જાઉં? એમ તેણે ખેલતાં પૃથ્વી દ્વિધા થઇ અને કોઇ યાતિ પ્રકટ થઇને તરત શકુંતલાને કયાંક લઇ ગઇ. ત્યારે · અહા ! આશ્ચય,