________________
શકું તલાની કથા.
૨૩
આશ્ચર્ય ! એમ સભાજના ખેાલતાં વિસ્મય પામેલ રાજા ઉઠીને અન્યત્ર ચાલ્યા ગયા.
એકદા કોઇ મચ્છીમારે રાજાની તે વીંટી વેચવા સાની વાણીચાને દૂરથી બતાવી. ત્યારે તેણે પાતે ઉઠી, તે લઇ, તપાસતાં તેના પર દુષ્યંત રાજાનું નામ દીઠું. જેથી · આ તે રાજાની વીંટી છે, એમ ધારી, તેણે ધીવરને પાછી આપી. ત્યાં ‘ આ શું ? ’ એમ ખેલતાં કાટવાળાએ તે જોઇ, અને તે વિણકના હાથમાંથી લઈ, ‘તું રાજાની વીંટીના ચાર છે, એમ કહેતાં કાટવાળે તેને બાંધ્યા. પછી તેને ચૌટા વિષે બાંધીને, તેમણે રાજાને નિવેદન કરતાં તે રત્નરમ્ય વીંટી આગળ મૂકી દીધી. તે જોતાં ઓળખીને રાજાને યાદ આવ્યું કે—′ આ તે તેજ વીંટી કે જે મેં પૂર્વ સ ંકેત માટે મુનિપુત્રિને આપી હતી. પ્રિયાના હાથમાંથી પડી જતાં એ મચ્છીમારને કેમ સાંપડી ? હા ! એના વિના હું શકુંતલાને ઓળખી ન શકયા. અહા ! પ્રથમ તેના પ્રત્યે મારા પ્રેમનાં મીઠાં વાકયાં કયાં અને અત્યારે શત્રુને પણ ન કહેવાય તેવાં મારાં વચન કયાં ? મેં તેને એવુ કહ્યું છે, કે જેથી હવે તેનું દર્શન મને થાય તેમ નથી. એટલા માટેજ શત્રુ પ્રત્યે પણ શાંત વચન ખાલવુ. અરે ! દુન શિરોમણિ, કૃતઘ્ન, નિજ્જ અને શઠ એવા મને ધિક્કાર છે કે મેં મધુર વાકયથી કાંતાને સ્વકારી, અત્યારે દુર્વાકચેાનાં બાણુ મારી તજી દીધી. તે મારામાં પ્રેમ જોઇ, અહીં આવી, છતાં મેં' પ્રિયાના કેટલા પરાભવ કર્યા ? મારા એ પરાભવથીજ પૃથ્વીતલમાં પેસતાં તેને તે દિવ્ય ચેાતિએ મચાવી હશે.’ એમ દુઃખ પામતાં રાજાએ શ્રીવરને ખેલાવી પૂછ્યું કે— આ વીંટી તને કયાંથી મળી ? ” એટલે તેણે કંપતા કહ્યું કે— હે દેવ ! આ દાસે નગર બહાર તળાવમાં જાળ નાખતાં હાથ લાગી, જે હુ અહીં લાવ્યા.’ એમ સાંભળતાં મનમાં ખ્યાલ કરી ‘ અહીં એના અપરાધ નથી ’એમ ધારી રાજા