________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિકા.
ગાઢ પકડી રાખજે.” એમ પોતાના પુરૂષને કહેતાં તેણે તીક્ષ્ણ છરી ખેંચી, અને હરિષણને ઉદ્દેશીને કહ્યું કે--અરે ! પાપણું! તું તારા કર્મનું ફળ ભેગવ! એમ કહી, પ્રથમ નાક છેદવા ચંડાળે તેને ગાલ ઉપર પોતાને હાથ ધરતાં, મુડેલા કેશના તીર્ણ કાંટા તેના હાથે લાગ્યા, એટલે તેને વિચાર આવ્યું કે –“ અરે ! આને દાઢીના વાળ ક્યાંથી?” એમ ધારી તેણે તરફ હાથ ફેરવતાં કેશના ચિન્ડથી તેને પુરૂષ સમજીને ભયથી બેલી ઉઠે કે–
એને બરાબર પકડે એ પુરૂષ છે, સ્ત્રી નથી. આપણા રાજાને મારવા માટે એ દુષ્ટાત્માએ સ્ત્રીવેષ લીધે, તે એને ગાઢ બાંધીને પછી છે.” એમ ચંડાળના કહેતાં તેના સેવકેએ તેને ગાઢ બાંધ્યું. પછી ચંડાલ બલ્ય કે--“હે પુરૂષ ! તું તારા ઈષ્ટદેવને યાદ કરી લે. પ્રથમ સ્ત્રીના ભ્રમથી અમે તને બાંધે, પણ માર્યો નહિ, પરંતુ હવે તે તું પુરૂષ જાણવામાં આવતાં યક્ષની સમક્ષ તારે ભેગ ધરાશે? ત્યારે હરિષણ ધીરજથી નિર્ભય થઈને બે – દૈવગે મરણ આવતાં દેવને યાદ કરવાથી શું થવાનું ? માટે પ્રથમ મારા હાથ કાપ કે જે રાજાને ઘાત કરવાને તત્પર થયા. હે શૌનિક ! પછી યક્ષ આગળ તારે જે કરવાનું હોય, તે કરજે.” એમ હરિષણના કહેતાંયક્ષે ચંડાળને પ્રહાર કરતે જાણીને નિષેધ કરતાં જણાવ્યું કે“અરે!એને મારીશ નહિ, એતે હરિણામે મારે ઉપાસક છે. અરે! ચંડાલ! મારી આગળ તેને મારવા કેમ તૈયાર થયો છે? એની શેધ કરવાને જ હું દેશદેશ ભણું છું. અહો! મારા પ્રસાદથી એ આવી દુર્દશા પામ્યો છે? એમ પુરૂષ બનેલ યક્ષે કહેતાં સિંહનાદથી હાથીઓની જેમ ભય પામતાં બધા ચંડાળ ભાગી છૂટ્યા. પછી બહુજ ગાઢ બાંધેલ પણ હરિષણના બંધને યક્ષના પ્રભાવથી પિતાની મેળે તડતડાટ દઈને તૂટી પડયાં. ત્યાં હરણને વિચાર આવે કે –“અહે! પૂર્વે સેવેલ તેજ યક્ષ અહિં કયાંથી?” એમ જાણી હરિષણ નીચે મુખ કરી ઉભે