________________
૨૧૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
આંખો બનાવી હોય તેમ આગળ દેડ અને ગ્રીવાભંગથી રથને જોતાં તે ભૂમિ અને આકાશમાં પણ ઉછળતે ચાલ્યો. તેની દષ્ટિ કિરણરૂપ દેરડીથી જાણે બંધાયા હોય તેમ તે અ મૃગમાર્ગે જાણે આકર્ષાયા હોય તેમ તરત તે મૃગની નજીક પહોંચ્યાં. ત્યારે બાણ સાંધી, કર્ણસુધી ધનુષ્ય ખેંચતાં પ્રાપ્ત લક્ષ્યમૃગ પ્રત્યે રાજા જેટલામાં બાણ છોડે છે, તેટલામાં કાણું લેવાને નીકળેલા કંઠ કુલપતિના તપસ્વી શિષ્યો મમએમ બોલતાં તે તરત જ મૃગની આડે આવ્યા. રાજાએ તાપસને મૃગના રક્ષક સમજી, લજા પામી કોની સાથે નતમુખ થઈને બાણ સંહરી લીધું. ત્યારે પિતાની મેળે લજજા પામતા રાજાને તાપસેએ કેમળ વચનથી કહ્યું કે –“હે રાજન્ ! તારા જેવા ન્યાયીને એ આચાર નથી, કારણ કે તમારું ધનુષ્ય, ગર્વથી ભુજબળ બતાવતા રાજાઓના શરીરમાંથી જીવ ખેંચવાને બણે છોડે, પણ આવા ભયભીત, શસ્ત્રહીન, જંગલવાસી અને દીન ચક્ષુ બતાવતા અને અનપરાધી એવા મૃગપર તમે કેપ ન કરે. એ તે બાલષિઓને કીડામૃગ આમતેમ ભમતે રહે છે, તે તમારા જેવાને વિશેષથી પિષવા લાયક છે. લક્ષ્ય પ્રત્યે બળ બતાવવાના બહાને પણ તમે એ મૃગોને મારશો નહિ. કારણ કે હિંસા એ અચળ શિવસુખને નાશ કરે છે, હે રાજન્ ! એ મૃગ મારવાના અધ્યવસાયથી તમે જે પાપ ઉપાર્યું, તે અમારા આશ્રમને જોઈ તે પાપને તમે જલાંજલિ આપે. અર્થાત્ અમારા આશ્રમ પ્રત્યે આવવાથી તે પાપ ટળી જશે. જ્યાં ત્રાષિએ તપસ્યા અને શાસ્ત્રોને અભ્યાસ કરે છે, તે આશ્રમમાં આવતાં શ્રદ્ધાળુ પાપથી મુકત થાય છે, માટે તમે આશ્રમમાં જાઓ, અમે જંગલમાં કાણું લેવા જઈશું. ત્યાં મુનિ કુમારે, આશ્રમના ગુરૂ એવા તમારે આદરસત્કાર કરશે એમ કહેતાં તાપસેને રાજાએ પ્રણામ કર્યા અને ભૂમિ પ્રત્યે કાષ્ટ નાખતા તે પોતાના ગંતવ્ય સ્થાને ગયા. પછી રાજા