________________
૨૧૪.
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
શાંત થતાં શકિતથી શ્રાપને અટકાવવા અનુગ્રહ કર્યો અને જણવ્યું કે–પ્રતીતિ માટે વીંટી બતાવવાની નિશાનીથી તે પુનઃ તેને યાદ કરશે. તેમાં શંકા નહિ.” પછી આતિથ્યથી પ્રસન્નતા પમાડતાં શકુંતલા તરતજ દુર્વાસાને નમી, એટલે તેને પુત્ર થવાની આશિષ આપી તે ચાલતે થયે” ત્યારે પ્રિયંકરા કહેવા લાગીતપ કરતા મહષિઓએ અજ્ઞાનમુગ્ધ અને નિરપરાધી જીવેને શ્રાપ આપે તે યુકત નથી. શ્રાપ કે અનુગ્રહથી તપને ક્ષય સંભવે છે અને તપ–ક્ષય થતાં વ્રતી ન રહે, તથા વતિત્વ વિના તેને નમન પણ કેણ કરે? અપરાધી જનપર ક્ષમા રાખવી, એ તપસ્વીઓને મુખ્ય માર્ગ છે. કારણકે ક્ષમા તે વ્રતનું જીવિત છે, તેને લેપ થતાં વ્રત લેપાયજ. વળી ક્ષમા વિના જ્ઞાન, ધ્યાન કે તપ પ્રમાણ ન થાય, તેમજ એ ત્રણે વિના એક ક્ષમા પણ તત્ત્વ બતાવવામાં માર્ગદર્શક થાય છે. સંપત્તિ સાથે પ્રભુતા, સુખલીલા સાથે આરેગ્ય, અને પુત્રસંપત્તિ સાથે ગૃહસ્થતા એ આ લેક સંબંધી તપનું ફળ છે, તેમજ મન અને ઈદ્રિયેને તાબે કરી ધાતુ-સંશોધન કરતાં આત્મજ્ઞાન પામી મેક્ષે જવું, એ પરલોક સબંધી તપફળ છે. તે મુનિ આમુષ્મિક તપફળ તજી, શાપ-શ્રાપ કે અનુગ્રહમાં વૃથા તપ ગુમાવે છે. એમ કહી તેને સખીઓ આમતેમ ભમતી ચાલી ગઈ અને રાજા ત્યાં સ્ફટિક-શિલાતલપર સુઈ ગયું. પછી તે સખીઓ સાથે વૃક્ષે સિંચવા જતાં શકુંતલાને દૂરથી રાજાએ જોતાં, તેના પ્રત્યે ગાઢ અનુરાગ થતાં રાજા ચિંતવવા લાગે– “અહો ! આ તપસ્વિની ઉપર મારું મન કેમ ઉત્સુક થયું છે ? અથવા તે એના પ્રત્યે મારું મન અભિલાષી થયું, તે એ ક્ષત્રિય ને અવશ્ય ગ્ય હેવી જોઈએ. એને વેષતે તપસ્વી જનને ઉચિત હોવાથી સજજનને એ ઈચ્છવા લાયક કે બેલાવવા લાયક નથી.” એમ ભૂપ ચિંતવે છે, તેવામાં વૃક્ષોને સિંચતી તે સખી સહિત