________________
શકુંતલાની કથા.
૨૧૩
મને
આ સેવા
કહે છે?' તેવી
દુષ્યત પણ પિતાના મિત્ર સહિત રથને ત્યાં મૂકી, ફલિત વૃક્ષે જતાં આશ્રમમાં ગયો. ત્યાં કુંભમાં પાણી લાવી, પરિકર બાંધી, સ્પર્ધાથી વૃક્ષોને સિંચતા મુનિ કુમારેને તેણે જોયા. વળી ત્યાં બાલષિઓ સાથે શુકે પઢતા અને કીડા પણ કરતા હતા, તથા સ્વેચ્છાએ વિશ્વાસથી કીડા કરતા મૃગોને મુનિઓ સમક્ષ જોયા. એમ આશ્રમને જોતાં હર્ષાશ્રુથી પાપને ઈ નાખનાર રાજા દ્રાક્ષામંડપમાં પેસીને વિસામે લેવા બેઠે, એવામાં દક્ષિણ ભાગમાં સ્ત્રીઓને આલાપ સાંભળતાં “એ શું કહે છે?” તે સાંભળવા માટે રાજા ક્ષણભર સાવધાન થઈ ગયે. ત્યારે પ્રિયંવદા બેલી–
હે પ્રિયંકરી! તું કાંઈ જાણે છે?” તે બેલી-શી બાબત?” પેલીએ કહ્યું–જે ન જાણતી હોય તે સાંભળ–કંઠ કુલપતિ પ્રભાસક્ષેત્રે પોતે જતાં કહ્યું કે મારી પુત્રીને કેઈ કુલીન વર પ્રાપ્ત થાય ત્યાં જગતને પિતાની તપશકિતથી અન્યથા કરવાને સમર્થ એવે વાસા ઋષિ આતિથ્ય ગ્રહણ કરવાની ઈચ્છાથી વનમાં આવ્યું, અને તે કઠના આંગણે આવીને ક્ષણભર ઉભે રહ્યો, એટલે પિતાએ શકુંતલાને આતિથ્ય કરવા આદેશ કર્યો, પણ તેણે દુર્વાસાને જે નહિ. ત્યારે દુર્વાસાએ વિચાર કર્યો કે ક્ષણભર ઉભા રહ્યા છતાં એણે મને જે નહિ, માટે ગર્વથી દુષ્ટ આશયવાળી એ દુરાત્માને હું શ્રાપ આપું. હે રૂપગર્વિષ્ઠ ! જે મારા તપને પ્રભાવ હોય, તો પ્રેમથી સ્વીકાર્યા છતાં પતિ તને વિસારીને તજી ઘો” એમ કહી તે પાછો ફર્યો, પણ તેને શ્રાપ મેં સાંભળે, તેથી દે, તેને પગે પડીને કહેવા લાગી કે હે ઋષિ! શકુંતલાએ કાર્યની વ્યગ્રતાને લીધે તમને જોયા નહિ, પણ અવજ્ઞા કે ગર્વથી તેણે એમ કર્યું નથી, તેમાં હું તમારા સોગંદ ખાઉં છું; માટે હે મુનિ ! તમે પ્રસન્ન થઈને એના પ્રત્યે અનુગ્રહ કરે. મહાત્માઓને કે તે પ્રણામ-પર્યત હાય.” આવી કેમળ ઉકિતથી મુનિએ