________________
શકુંતલાની કથા.
૨૧૭
વતાં, આવેલ સૈન્યથી આશ્રમને ઉપદ્રવ થવાની શંકાએ ભય પામતાં રાજાએ શકુંતલાને કહ્યું કે– હવે અમે સ્વનગરે જઈશું. કારણ કે અહીં આવતાં ઘણે કાલ થયે.” એમ રાજાએ કહેતાં, શકુંતલા અશ્રુ લાવીને કહેવા લાગી કે –“ ક્યાંકથી આવી, ગાંધ–વિવાહથી મને પરણી અને અત્યારે તને ચાલતાં તમને વિચાર થત નથી? કદાચ મુનિએ મને સગર્ભા જાણશે તે તેમને મારે છે જવાબ આપવો ? તે તો કહો.” રાજા –“હે તન્વી! તું ભય લાવીશ નહિ. એ મુનિઓ મને દુષ્યત તરીકે બરાબર ઓળખે છે, માટે તેમને તું પ્રગટ વાત કહી દેજે અને આ મારી મુદ્રિકા લે. તે વખતસર વિસ્મરણ થતાં યાદ આપવા નિશાનીરૂપ થઈ પડશે.” એમ બહુજ પ્રેમ બતાવી શકુંતલાને રાજી કરી, મુદ્રિકા આપી, રાજા સિન્યસહિત પિતાના નગરમાં ગયે. પછી કઠર્ષિ પ્રભાસતીર્થ થકી ઘરે આવતાં, સખીએ તેને શકુંતલાના પતિને વૃત્તાંત કાનમાં કહ્યો, જે સાંભળતાં ભારે સંતોષ પામી, મસ્તક ધૂણાવતાં તે બોલ્યો કે–શકુંતલા દુષ્યતને પરણું, તે સારું થયું.” એમ બેલતાં તેણે સ્નેહથી છાતી સાથે લઈ શકુંતલાનેને આશીષ દેતાં કહ્યું કે–“હે વત્સ ! તું પુત્રવતી થજે.” એમ મુનિની આશિષથી ગર્ભ અનુક્રમે વધવા લાગ્યા. ત્યાં તાપસી પતે પ્રતિદિન ગર્ભરક્ષાની કાળજી રાખતી. કેટલાક દિવસ પછી ષિઓ સાથે વિચાર કરી, કંઠકુલપતિએ આશિષપૂર્વક કુલીન સ્ત્રીને યોગ્ય શિખામણ આપી, મનને સંતોષ પમાડનાર તથા જનનીની જેમ તાપસીને સોંપી શકુંતલાને તેણે દુષ્યત રાજાના ઘરે વિસર્જન કરી. એટલે આશિષ આપનારકંઠમુનિને અન્યતાપસ સહિત અશ્રુ ઢાળતાં નમી, નેહથી આશ્લેષ આપી દરથી તેણીએ પાછા વાન્યા તેમજ પિતાનું પાલન કરનાર તાપસીએયુકત વૃદ્ધા તાપસીને માતૃસ્નેહની જેમ પ્રણામ કરતાં શેકુંતલાએ તેની આશિષ