________________
૧૮૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
તેને આ સહાયકારી અને સેવાકારી બીજી સ્ત્રી મળી.” એમ ધારી તે બહુજ પ્રમાદ પામી તે વારંવાર તેની અનુકૂળતાએ વર્તાતાં વિનય સાચવતી; વળી તે રૂપવતી હોવાથી પરિત્રાજિકા તેને લલિતા કહીને બેલાવતી. લલિતા તેના શરીર અને વચનથી વિનય સાચવતાં તથા પ્રીતિ બતાવતાં, તેને તે બહુજ પ્રિય થઈ પડી. પછી દેવપૂજન અને અન્ય કામમાં પણ પરિવાજિકાએ તેને અગ્રેસર બનાવી, વિનયથી કેણ રંજિત ન થાય? એમ વિનયને વશ થયેલ પરિત્રાજિકા દેવપૂજાના બહાને લલિતાને રાજકન્યા પાસે લઈ ગઈ. ત્યાં દૂરથી રાજપુત્રીને નજરે જોતાં લલિતા નિશ્ચયપૂર્વક વિચારવા લાગી કે–અહો ! વિધાતાએ આ અદ્ભુત સ્ત્રી બનાવી, માટે હવે તેવી બીજી બનાવવી, તે વિધિને યુક્ત નથી. મારા મિત્રને પ્રયત્ન અસ્થાને નથી અને પુરૂષષ પણ એને અસ્થાને નથી. મારા મિત્રને એ તુલ્ય છે અને તે એને તુલ્ય છે. રૂપ અને લાવણ્યમાં એ બંને સમાન છે. એની તુલના કરનાર અન્ય કોઈ નથી.” ત્યારે પરિત્રાજિકાએ કુમારી પાસે જઈ, તેને ઈષ્ટદેવની પૂજા કરાવી, પછી રાજકન્યાએ પૂછ્યું કે હે ભગવતી ! આ તમારી સાથે આવનાર સ્ત્રી કોણ છે?” તે બેલી“એ મારી પરિચારિકા સેવિકા છે, પછી રાજ સુતાએ વિસર્જન કરતાં પરિવાજિકા પિતાના મઠમાં આવી. એમ પ્રતિદિન તે લલિતા સાથે રાજ સુતા પાસે જતી. કંઈક બહાનું બતાવી લલિતા મઠની બહાર સંકેત– સ્થાને જઈ રાજાને વિતક વાત કહી આવતી.
એવામાં એકદા પરિવારિકાને શરીરે કાંઈ રેગ થતાં લલિતાને તેણે રાજકન્યા પાસે જવાની આજ્ઞા આપી. લલિતાએ ત્યાં જઈ, રાજસુતાને દેવપૂજા કરાવી. પછી અવસર મળતાં, વાતના વિનેદે ચડાવી, પોતાના પ્રત્યે તેને અતિ સ્નિગ્ધ બનાવી, તેણે રાજપુત્રીને વચનરસમાં લીન કરી. દક્ષ શ્રોતા સ્નિગ્ધ વચનથી બહુ