________________
૧૨.
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
જેમ આશ્લેષ કરાયેલ તે ગાયક નવા નવા ઉલ્લાસવડે અત્યંત પ્રમોદ પૂર્વક ભારે સંગીત કરવા લાગ્યું. તે નેતરની યષ્ટિવતી અલગ અલગ સ્પષ્ટ રીતે ચિત્રવડે પવિત્ર તે હંસનું ચરિત્ર બતાવતાં, તેને અમુસીને તે સંગીત કરવા લાગે. એટલે કરૂણામિશ્ર ગીત અને હંસનું કરૂણાચરિત્ર સાંભળતાં સભાસહિત રાજાને આંસુ આવી ગયાં. ત્યાં પિતાના પૂર્વ જન્મને વૃત્તાંત યથાર્થ જોતાં અને સાંભળવાં અનંગસુંદરી આશ્ચર્યથી શોક અને પ્રમેદ પામી. તેવામાં એણે એણતી જ ન હોય તેમ લલિતા એકદમ કહેવા લાગી કે હે સખી! જે તેં મને કહેલ તેજ તારૂં ચરિત્ર અહીં ગવાય છે. લલિતા અને રાજકન્યાને પરસ્પર હળવે હળવે વાત કરતી સાંભળતાં તે ગાયકને અવાચ્ચ પ્રમેહ થયે. ત્યાં કે તેના સંગીતને વખાણતા, કેઈ હંસને નિંદતા, કેઈ તેવી પુત્રવત્સલતાને અધિક સમજતા, અને સૌ કોઈ હંસલીની સ્તુતિ કરતા કેઈ સંગીતના અનુરાગથી હંસી પ્રત્યે કરૂણ બતાવતાં અને ગાયકના સ્વર-માધુર્ચથી સમસ્ત સભા ભારે પ્રમોદ પામી. વળી અનંગસુંદરી પણ પિતાને વૃત્તાંત સાંભળતાં “મારે વૃત્તાંત એણે શી રીતે જાણે? એમ તે જાણવા ઉત્સુક થઈ પછી તેને ગાયક સમજી સુવર્ણ આપતાં પણ તેણે પોતે ન લીધું એટલે રાજાએ તેને વિસર્જન કર્યો, અને રાજા તથા રાણુઓ પોતાના સ્થાને ગયાં, તેમજ લલિતા અને અનંગસુંદરી પિતાના પ્રાસાદમાં ગયાં. ત્યાં રાજકન્યાએ લલિતાને કહ્યું કે –“હે સખી! તે ગાયકને લઈ આવ કે જેથી હંસસંબંધી બધો વૃત્તાંત તેને પૂછી જોઉં, એટલે લલિતાએ અનંગસુંદરીની અવસ્થા તથા વચન જઈને જય રાજા (ગાયક) ને કહી સંભળાવ્યાં તેણે પણ લલિતા સાથે કાંઈ મસલત કરી, તેના કાનમાં કંઈ કહીને તેને એક્સી વિદાય કરતાં, તે મારી પાસે આવીને કહેવા લાગી કે– હે સખી! તે ગાયક આવતું નથી અને કહે છે કે