________________
બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા.
૨૦૭
ખેંચાઈને રાજા સત્વર જિનાલયમાં આવ્યા એટલે ત્યાં સંગીત સાંભળવામાં ન આવ્યું અને તે પિતાની પ્રિયાને પણ તેણે જોઈ . નહિ, પરંતુ શૂન્ય દેવમંદિર જોઈ, પિતે પણ શૂન્ય બની ગયા. ક્ષણભર રાહ જોતાં રાજા ત્યાં બેઠે, પણ રાત લાંબી જોઈને તે પ્રિયાના પ્રાસાદે ગયે. ત્યાં પણ દ્વાર બંધ હોવાથી આડે માર્ગે અંદર ઉતરીને તરફ જોયું, પણ કઈ જોવામાં ન આવ્યું. વળી યથાસ્થાને આવીને જોતાં પણ અમાવાસ્યાએ ચંદ્રિકાની જેમ રત્નમાળા કક્યાં પણ તેના જેવામાં ન આવી. એટલે તે નેહથી વિચારવા લાગે કે–“અરે! દાસીઓ સહિત તે મને પણ જણાવ્યા વિના કયાં ગઈ હશે?” એમ ધારી સ્થાન–મમત્વથી તે ત્યાંજ બેસી રહ્યો, અને પરેઢીએ તે પિતાના સ્થાને ગયે. પછી સભામાં તેણે નીતિસારને પૂછયું કે–હે પ્રધાન ! એ અદ્વૈત જિનાલય કેણે કરાવેલ છે. ત્યાં જે નર્તકી હતી, તે કેમ ક્યાં ચાલી ગઈ?” મંત્રી બેત્યે
હે નાથ ! દેવાલય તે આપના પ્રસાદથી મારા માતપિતાના શ્રેય અર્થે સ્વ-દ્રવ્યથી મેં કરાવેલ છે, પણ જે નર્તકી અહીં હતી, તે તે પરદેશી અને દ્રવ્યના લેભે કયાંકથી આવી રહી હતી. પછી કઈ ઉંટવાળાએ આવી, તેને કંઈક સમજાવી, રાજી કરીને તે કયાંક લઈ ગયે. રાજાએ કહ્યું—“અરે! તે મને જણાવ્યું કેમ નહિ?” એમ બેલતાં રાજાએ તરતજ તે ઉંટની પાછળ ઘોડા દોડાવી મૂક્યા. તે ચારે દિશામાં ભમી ભમીને પાછા આવ્યા, તેના વિયેગથી મનમાં ગ્લાનિ થતાં રાજા શરીરે સંતાપ પામ્યું. તેના વિના રહી ન શકવાથી પટપર તેનું રૂપ આળેખી તે ચિત્રપટને જોતાં રાજા દીવસે વીતાવવા લાગ્યા. - હવે સમય આવતાં રત્નમાળાએ પુત્રને જન્મ આપે અને તે બાળકનું ક્ષેમકર એવું નામ રાખવામાં આવ્યું. લાલનપાલન કરતાં તે અનુક્રમે મેટ થયે ત્યારે નીતિસારે પોતાની