________________
૨૦૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
શું રાજા જાણતા નથી ? મારા અશ્વના સ ંચાગથી એ વછેરા પેદા થયા છે, એ સંબંધને લઇને વછેરા મે રાખ્યા છે. ’ તેણે એ વાત રાજાને જણાવતાં, રાજા તે સાંભળી અમાત્યપુત્રી પર ભારે ક્રોધ ધરવા લાગ્યા.
,
એવામાં એકદા વસંતસમય આવતાં રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં પૂર્વે આવેલ રત્નમાળાને તેણે જોઇ અને ‘ એ અમાત્યની પુત્રી છે ’ એમ જાણી, વછેરાના નિષેધ યાદ આવતાં રાજાને તેનાપર ગુસ્સા આબ્યા. પછી ક્રીડા કરી રાજા પેાતાના પ્રાસાદમાં આવતાં અમાત્યને ખેલાવીને કહેવા લાગ્યા કે—‘ તારી પુત્રી મને આપ. ' તે ખેલ્યા આ બધું . તમારૂ જ છે, જે તમને રૂચે તે લ્યા. ’ એમ મંત્રીએ કહેતાં રાજા રત્નમાળાને પરણ્યા. એટલે તેજ રાતે જઈને રાજાએ ક્ષુદ્ર સ્વભાવથી રત્નમાળાને એકાંતમાં જણાવ્યું કે—‘ જ્યાંસુધી તને પુત્ર ન થાય, ત્યાંસુધી પિતાના ઘરે તારે રહેવુ અને પુત્ર થતાં તરત મારા ભવનમાં આવવું. હું તને માત્ર પરણ્યો છું, પણ હસ્તાદિના સ્પર્શીથી તારી ચેષ્ટા કરી નથી. બીજા કોઇ પુરૂષ સાથે તારે રમવું નહિ અને પેાતાની ચાલાકીથી પુત્ર પેદા કરવા. ’ એ ક્ષુદ્ર આદેશ સાંભળતાં શ્રીમતી રત્નમાળા મેાલી કે— રાજાના આદેશ મને પ્રમાણ છે. પણ તેમાં એટલું વિશેષ સાંભળેા કે—હે સ્વામિન્ ! તમારા કહ્યા પ્રમાણે મારે પુત્ર ઉત્પન્ન કરવા અને તમારે માથે મારા ઉપાનહુ ઉપડાવવા ! એવી પ્રતિજ્ઞા લઇ, ભૂમિપર હાથ પછાડી, તે માનિની મંત્રિસુતા પેાતાના પિતાને ઘરે ગઇ. ત્યાં એકાંતમાં બેસી વિચારતાં તેને ચિંતા થઇ પડી કે— જેમ ખેલી છુ, તેજ પ્રમાણે કાય કરવાનુ છે. ’ એમ મનમાં ધારી તેણે રાજાના ક્ષુદ્ર આદેશમંત્રીને સ ંભળાવ્યેા. મંત્રીએ કહ્યું— હે વત્સે ! તારે હવે શુ કરવાનું છે ? ’ રત્નાવલી મેલી હું તાત ! એ કામ કાંઇ મારે દુષ્કર નથી,