________________
૨૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. આપ્યાં. તેમજ પ્રકાશિત રત્નયુક્ત અલંકારે અને બીજી પણ યચિત વસ્તુઓ તેમને આપી. પછી તેમની ગણના કરી, બહુમાનથી સંવાદપૂર્વક બીજું કામ મૂકી, તે પ્રથમ પહેરે જિનાલયમાં ગઈ. ત્યાં જિનેશ્વરને નમી, પ્રથમ દ્વાર બંધ કરી, રત્નમાળાએ જિનપાસે સંગીત શરૂ કર્યું. એ પ્રમાણે પ્રતિદિન આવી તે પિતે પિતાની કળા બતાવવા નૃત્ય કરતી અને નવીન નગરના પ્રાસાદમાં દાસીઓ સહિત રહેતી. ' હવે એકદા રાત્રે રાજા નિદ્રામાંથી જાગ્રત થતાં, જાણે સંગીત
ધ્વનિએ આવીને તેને સત્વર જગાડો હોય, તેમ તે ઉઠીને એકદમ બહાર આવ્યું અને તે સંગીતામૃત સાંભળવાને અત્યંત ઉત્કંઠિત થયે. એટલે પહેરેગીરને તજી પ્રાસાદથી નીચે ઉતરી, માત્ર તરવારને સહાયક બનાવી, ગતિધ્વનિ તરફ જતાં તે જિનમંદિર આગળ આવ્યે. ત્યાં વિદ્યુતક્ષેપ-કરણથી ગઢની ભૂમિ પર ચી, આશ્ચર્ય સહિત તે કેમળ સંગીત જેવા લાગે, અને અંદર ઉતરવાનું ભૂલી જઈ, સંગીતને વશ થયેલ રાજા ત્યાં ગઢપરજ બેસી રહ્યો. તે સ્ત્રીઓનું સંગીત જોતાં–સાંભળતાં આનંદ પામતા રાજાએ પિતાના લેકચન અને શ્રેત્રને ન્ડવરાવી નિર્મળ ક્ય. સંગીત સાંભળતાં તેના મનની જે એકાગ્રતા થઈ, તેવી લીનતા જે તત્ત્વજ્ઞાનમાં થાય, તે અવશ્ય મેક્ષ પ્રાપ્ત થાય. એમ દેવની સમક્ષ સંગીત-નૃત્ય કરી, પ્રભુપ્રતિમાને નમી, તે સ્ત્રીઓ કયાંક ચાલી ગઈ, પણ ગીતના ભણકારાની બ્રાંતિથી રાજાને એમ લાગ્યું કે–“સંગીત તે હજી હું સાંભળું જ છું. પરંતુ ક્ષણવાર પછી તે પ્રતિધ્વનિ શાંત થતાં તેણે જાણ્યું કે સંગીત સમાપ્ત થયું. પણ તે સંગીત કરનાર સ્ત્રીઓ કયાં ગઈ?” પછી તે રત્નાંગદ રાજાએ મંદિરમાં ઉતરતાં રત્નના ઉતથી દેદીપ્યમાન જિનાલય. જોયું અને તેને વિચાર આવે કે–અહે! આ રમ્ય જિનમં