________________
બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા.
અપૂર્વ વસ્તુ લઈ, દ્વારપાલને જણાવી, તે રાજા પાસે જઈ પ્રણામપૂર્વક બેઠે અને જાણે કાંઈ જાણતા જ ન હોય તેમ તે જયરાજ રાજાને સ્નેહથી પિતે વરવા આવેલ રાજપુત્રીની વાત તેણે નિવેદન કરી, એટલે રાજાએ પણ પિતાની કથા કહી અને રાજપુત્રીની કથા સાંભળી. પરસ્પર વચનસંવાદ મળવાથી તેણે રાજકન્યાનું પાણિગ્રહણ કર્યું, તેમજ શત્રુને નિગ્રહ કરતાં જયલક્ષમી વરી ને જયરાજ પિતાના નગરમાં આવ્યો. ત્યાં પતિથી સનાથ થયેલ અનંગસુંદરી પ્રિયતમા સાથે અર્થત્રયને પ્રિય માનનાર રાજા સામ્રાજ્યની જેમ ભેગવિલાસ કરવા લાગ્યું.”
એ પ્રમાણે કથા કહી કુન્બિકા દાસી જરા હસીને બેલી કે—“હે કામલેખા ! આવા કૃતઘ અને દંભી પુરૂષે હોય છે, કે જેને પતિ હંસ, તેવા વ્યસનમાં આવી પડેલ અને બાળકસહિત હંસલીને ક્ષણવારમાં તેજી ગયે, તે કામીના પ્રેમને શે વિશ્વાસ? વળી જે, જયરાજ રાજાએ માયાથી ચિત્ર બનાવી, રાજસુતાને કાંતા બનાવી, કારણ કે પુરૂષે દંભથી જય મેળવે છે. કામલેખા બોલી “હે સખી! તું સત્ય કહે છે. ચાલાકીથી દંભ બતાવનાર પુરૂષને અનુભવ કોને નથી થય? પણ હે સખી ! એ પુરૂષ પણ ત્યાં સુધી જ દંભમાં જય મેળવી શકે, કે જ્યાં સુધી અબળાએને બુદ્ધિવિલાસ ત્યાં પ્રવર્તત નથી. તેં શું સાંભળ્યું નથી કે રત્નમાળાએ રત્નાંગદ રાજા ચાલાક છતાં માથે ઉપાનહ ઉપડાવ્યા?” ત્યારે કુજિકા સંભ્રમથી બેલી કે હે સખી! એ તે મેં સાંભળ્યું નથી, તું એ કથા સંભળાવ. હજી શત ઘણું છે. એટલે કામલેખા રત્નમાળાની કથા કહેવા લાગી કે–
બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા.
પૃથ્વીના મુગટ સમાન શ્રીપર્વત નામે ગિરિ છે. ત્યાં એક કીસ્યુગલ કે જે પ્રેમમાં બંધાઈ સદા આનંદ ભગવતું. સાથે ખાય, સુએ અને હરે ફરે છે. એમ અત્યંત પ્રેમથી તેના દિવસ જતાં,