________________
અજાપુત્ર પૂર્વભવનું વૃતાંત.
૧૯૩
રાજકન્યાની મરજી હોય તે તે અહીં આવે! એટલે કેઈ ન જાણે તેમ લલિતા સાથે કુમારી રાજા પાસે ગઈ. કારણ કે અર્થ કાર્ય સાધવા પરને અનુસરે. હવે તેના આગમન માત્રથી જયરાજા (ગાચક) અતિશય અંતરમાં આનંદ પામે. પછી રાજકન્યાએ લલિતાના મુખે રાજાને પૂછયું કે તમે હંસયુગલને એ વૃત્તાંત શી રીતે જાણે છે? રાજા બે “હે રાજ વસે ! તે કથા સાંભળઉત્તર દિશામાં સંકાશ નામે નગર છે, ત્યાં જયરાજ નામે રાજા ઉત્તમ રાજ્ય ચલાવે છે કે જે નિધાનવડે ધનદ-કુબેર સમાન, રૂપવડે મન્મથ અને ન્યાયવડે ઈંદ્ર સમાન છે. તેણે ક્યાંકથી પિતાના પૂર્વભવને વૃત્તાંત જાણ સ્ત્રી પ્રત્યે દ્વેષ ધરતાં કેવળ બ્રહ્મચર્ય પાળે છે. વળી તેણે એ નિયમ લીધું છે કે તે હંસી સ્ત્રીરૂપે મને મળે, તે તે મારી સ્ત્રી થાય, અન્ય કેઈ નહિ, પછી તેણે હંસ-હંસીનું ચરિત્ર-ચિત્રપટપર આળેખાવી, મારા જેવાને તે આપી, દેશાંતરમાં તેની શોધ કરાવે છે. રાજાના આદેશથી હું નગરેનગર અને ગામે ગામ ભગું છું, કે ચિત્ર દર્શનથી વખતસર કેઈ પોતાના પૂર્વ ભવને સંભારે-જાતિ મરણ પામે. ત્યારે રાજકન્યાએ પૂછયું કે– તારે સ્વામી કે રૂપવાન, કેવો ગુણવાનું અને કે પરાક્રમી છે? આથી જયરાજા પોતે પોતાના ગુણો કહેવાને અસમર્થ છતાં તેના અનુરોધથી તેણે સાચી વાત કહી સંભળાવી. એટલે રાજપુત્રીએ તે સાંભળી ગાયકને પિતાને હાર આપી, કેઈ ન જાણે તેમ લલિતા સાથે પિતાના સ્થાને આવી અને પૂર્વજન્મના પિતાના પ્રિયતમને પ્રેમાભ્યાસથી દષ્ટિ સમક્ષ જતાં તેણે તેની કથા–વાર્તા કરતાં વિદથી રાત વિતાવી. પછી પ્રભાત થતાં તેણે છઠેદાર દાસી મારફતે બધો વૃત્તાંત પોતાના પિતા રાજાને જણાવ્યું કે – સંકાશ નગરના સ્વામી જયરાજ નામના રાજાને અનંગસુંદરી
૧૩