________________
બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા.
૧૦૭
શુકને અપાવ. એ સ્ત્રીત્વને લીધે દીન છે.” એમ ધારી શકી પ્રત્યે દયા બતાવતાં રાજા બે કે–એ બાળક તે શુકીને થશે. કારણ કે એને અન્ય આધાર નથી. ત્યારે શુક બેલ્યો“હે રાજન્ ! તું નીતિને જાણતા નથી શું?” ત્યાં નીતિસાર મંત્રીએ આદરપૂર્વક રાજાને જણાવ્યું કે–“હે નાથ ! એ નિર્ણય તમારે પિત કરવાનું નથી, પરંતુ નીતિશાસ્ત્રના જ્ઞાતા વૃદ્ધોને તેમાં પૂછવાનું છે. અપકીત્તિ કે સત્કીત્તિ પંચ સાથે સહન કરવી સારી.એટલે અમાત્યનું એ વચન યુકિતયુકત સમજી રાજાએ પ્રધાનને પ્રશંસી, પોતે શુકયુગલને હાથમાં લઈ તે ન્યાયસભામાં આવ્યું અને ત્યાં અધિકાર પામેલા પ્રધાનને ગૌરવ આપતાં પિતે શુકીને પક્ષપાતી બની વિવાદની વાત પૂછી, ત્યારે નીતિશાસ્ત્રો લાવી, અવલોકનપૂર્વક નિર્ણય પર આવીને તેમણે જણાવ્યું કે “હે નાથ પુત્ર પિતાને થાય અને પુત્રી માતાની થાય.” એમ સાંભળી નીતિને આધીન થયેલ રાજાએ કહ્યું કે – હે શુકી ! તું બાળક શુકને આપી દે. એ નીતિને જાણનાર છે. ત્યારે પિતે રૂદન કરતાં ક્ષણભર નારીવર્ગને રોવરાવતી શુકી રાજાને કહેવા લાગી કે હે રાજવીર ! એ વાત તને સંમત છે?” રાજા બે નીતિશાઅને અમે અન્યથા કરી શકતા નથી.” શુકી બેલી તારા આદેશથી આ મેં બાળક સેં , પરંતુ એ લેખ તું પત્ર પર લખ કે– પુત્ર પિતાને અવશ્ય થાય, બીજા કેઈને નહિ” એ પ્રમાણે રાજાએ વિધાનાક્ષરરૂપ લેખ લખાવતાં, શકીએ નેહથી પુત્રને આલિંગન દઈ, મસ્તકે ચુંબન કરી કહ્યું કે “હે વત્સ! મેં ગર્ભદુઃખ સહ્યા છતાં તારું સુખ મને ન મળ્યું, છતાં પણ તું લાખ વરસ જીવતે રહે એવી મારી આશિષ છે. હવે મારૂં એટલું જ જીવિત સંભવે છે. કારણ કે પતિ કે પુત્ર વિના સ્ત્રીનું જીવિત જ નથી.” એમ કહી, અશ્રુ મૂકતાં છાતીએ બાળકને આલિંગન દઈ, ત્યાં