________________
અજાપુત્રના પૂર્વ ભવનું વૃતાંત.
૧૮૧
હે મન્મથ ! તું દૂર છતાં મનમાંજ વસી રહ્યો છે.’એમ રાજાએ પરાધીનપણે કામાવસ્થામાં આળેાટતાં દીર્ઘ રાત્રિ મહાકÈ પસાર કરી. પછી અધકારપર જાણે ક્રોધ કરવાથી રક્ત અન્યા હાય એવા ભાનુ અગ્નિના તેજને ગ્રહણ કરી, માણસાના માથે નાખતાં તે ઉદય પામ્યા. ત્યાં એક પરિત્રાજિકા કામદેવની પૂજા કરવા આવી તેને રાજાએ નિશ્ચય કરવા રાજપુત્રીને વૃત્તાંત પૂછતાં, તે ખેલી કે અનંગસુંદરી નામે એ ચંદ્રચૂડ રાજાની પુત્રી પુરૂષદ્વેષણી છે.? ત્યારે મિત્રતે જોગણુને પૂછ્યું કે—તારે તેની સાથે કાંઇ પરિચય છે ?’તે ખેલી બહુ સારો પરિચય છે. તેને રાજ હું પોતે જ દેવપૂજા કરાવું છું. ” ત્યારે રાજા બેન્ચેા— પુરૂષપર એ દ્વેષ કેમ લાવે છે ? ’ તેણીએ કહ્યું—‹ પ્રથમ પણ ઘણા માણસોએ એ વાત પૂછી, પરંતુ દ્વેષનુ કારણ તે કહેતી નથી.” એમ કહી તે પરિત્રાજિકા તરત જ પેાતાની મઢી પ્રત્યે ચાલતી થઈ, ત્યાં રાજા કંઇ ઉપાય શોધી કહાડવા બુદ્ધિ ચલાવવા લાગ્યા. તરત જ તેને વિચાર આબ્યા કે ઉપાય વિના કામ થવાનું નથી. માટે તે દાસ આંધીને મિત્રને સ્રી બનાવું. પછી પરિવ્રાજિકાની એને સેવિકા કરી, તેની પાછળ જતાં એને કોઇ અટકાવશે નહિ, અને એમ કરવાથી એના કુમારી સાથે પરિચય થતાં તેના મનની વાત જાણુવામાં આવશે. ’એમ ધારી રાજાએ મિત્રને કહ્યું કે— સ્ત્રીત્વને કરનાર દ્વારા છે, તેના પ્રભાવે તુ... સ્ત્રી થઈને પરિત્રાજિકા પાસે જા, અને વિનયાર્દિકથી તેને એવી રાજી કરજે કે તે રાજસુતાના ભવને જતાં તને વિશ્વાસ લાવી તેડી જાય. ’ એમ વિચારી, તેના પગે દ્વારા આંધતાં, તે તરત સ્ત્રી બની પરિત્રાજિકાના મઠમાં ગયા. ત્યાં પરિત્રાજિકાએ સ્વાગત પૂછવા પૂર્વક તેનું આતિથ્ય કરતાં કહ્યું કે— તું નિશ્ચિત થઇને અહીં સુખે રહે અને મારી શુશ્રુષા કર્ એમ કહેતાં તે મનમાં વિચારવા લાગી કે હું એકલી હતી,
6
"
.