________________
૧૫૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
જવાની મને ઘણી હસ છે, માટે કઈ પણ ઉપાયથી તું મને રાજા બતાવે.” દાસી બેલી– રાજાને જેવાને એક સારે ઉપાય છે. આજે સાંજે અંત પુરસહિત રાજા નદીપર જશે, ત્યાં સવસ્ત્ર સ્નાન કરી, નવીન વસ્ત્ર પહેરી રાણી સહિત તે નદી કાંઠે શ્રીદેવીને પ્રણામ કરશે, પણ ત્યાં કોઈ પુરૂષ આવી ન શકે, માટે હે પ્રિય! તમે સ્ત્રીવેષે મારી સાથે ચાલે ત્યારે હરિષણ બે
એ આવા મહાશીતમાં સવસ્ત્ર કેમ સ્નાન કરે છે ?” દાસીએ કહ્યુંએ રાજા દરવર્ષે માઘ માસની અષ્ટમીની રાત્રે સ્નાન ન કરે તે તે ઘાતકથી માર્યો જાય. અગાઉના રાજાએ અહંકારથી સ્નાન ન કર્યું, જેથી આ રાજાએ તેને મારીને રાજ્ય લઈ લીધું, તેથી પ્રતીતિ પામેલ એ રાજા આ દિવસે સ્નાન કરશે. શૂરવીરજને પણ દેવતા પાસે કાયર બને છે. એમ સાંભળતાં હરિષણ ભયપૂર્વક 'ચિંતવવા લાગે કે “યથા વિધિ સ્નાન કરનાર એ રાજાને ઘાતક કેમ મારી શકે?” એમ ધારી પુનઃ ધીરજ લાવી તેણે વિચાર કર્યો કે– એક વખત તે રાજા નજરે આવે, તે મારાથી તેનું રક્ષણ કરવાને દેવ પણ કાયર છે.” એમ ચિંતવી તેણે દાસીને કહ્યું કે હે પ્રિયા! રાજાને જેવાને તેં મને સારો ઉપાય બતાવ્યું, માટે આજ સાંજે મારે મને રથ પૂર્ણ થાઓ.” પછી અંતપુરસહિત રાજા નદી-તીર્થે ગયે, એટલે સ્ત્રીવેષે હરિષણ પણ દાસી સાથે ત્યાં ગયે. આ વખતે હરિજેણે કેડમાં તરવાર છુપાવી રાખેલ, પણ ગતિ અને વચનથી સ્ત્રીની જેમ તે દાસી પાછળ ફરતે રહ્યો. પછી અંગરક્ષકને દૂર કરતાં, રાજા પિતે રાણીસહિત સ્નાન કર્યું અને નદીજળમાં રાજ-આચાર સાચવ્યા. ત્યાંથી દેવીને નમસ્કાર કરવા તે મંદિરમાં પેઠે. તે પહેલાં તે દુષ્ટાત્મા દેવીના ભુવનમાં ગયેલ, તેને દાસી સમજીને રાજાએ નિષેધ ન કરતાં દેવી પ્રત્યે મસ્તક નમાવતાં, પોતાના ભાઈને ન જાણતાં દુષ્ટબુદ્ધિ હરિજેણે રાજાના