________________
૧૬૮
શ્રીચંદ્રપ્રભ સ્વામી ચરિત્ર.
નહિ તો મારા પુત્રને રાજ્ય દેજે.” એમ કહેતાં વિદ્યમાન રાજ્યસંપદાને તજી ભાઈને તેવી અવસ્થામાં મૂકી સર્વથા નિસ્પૃહ બની અંતઃપુરને મેહ તથા પુત્રેપર પણ સ્નેહન કરતાં, જાણે પરિચિતજ ન હોય, તેમ સ્ત્રીઓને પણ ન લાવતાં, જાણે લેપ્યમય રૂપજ હાય તેમ હાથીઓને ગણતાં, શત્રુ પ્રત્યે કેમ વિસારતાં, આભાવડે આત્મસ્વરૂપ ચિંતવતાં, ઉંચા હાથ કરી રૂદન કરતી રાણીએને, રાજકુટુંબને તથા શેકાગ્નિથી બળતા સૈન્યને મૂકીને રાજા ચાલી નીકળે અને જાણે રાજ્યભાર ઉતારતાં શીવ્ર ગતિ પામ્ય હોય તેમ આગળ ચાલતાં તે રાજ એક બહારના ઉદ્યાનમાં પેઠો. ત્યાં દયાદિકવડે ધમની જેમ યતિઓ વડે પરવરેલા શ્રીવર્ધમાન નામે આચાર્યને તેણે જોયા. એટલે વિચાર આવ્યું કે–અહે ! સંવેગ પામેલા મને ગુરૂને વેગ થયે, એ તે મહાભાગ્ય !” એમ ધારી નજીક આવી તેણે આચાર્યને પ્રણામ કર્યા. પછી રાજાને પોતે જ સંવેગ પામેલ જોઈ આચાર્યું તેના મનરૂપ વૃક્ષને સુધાની નીક સમાન ધર્મદેશના આપતાં જણાવ્યું કે – ચિત્તરૂપ
તને સેંકડે મંગલ કરતાં પણ તૃપ્ત ન થાય, કાયારૂપ ઝુંપી પ્રાયે ઘડાની જેમ રેગરૂપ લાકડીથી જર્જરિત થાય છે. મેક્ષમાં વિન કરનાર ગૃદ્ધિ તે ગુફાની જેમ અંધકારવડે ચક્ષુને અત્યંત મોહ પમાડે છે અને આયુરૂપ વાયુ તે જન્મવડે જીવને કલંક્તિ કરે છે. એમ દેશનારૂપ જળ પૂરવડે રાજાના ચિત્તરૂપ આલવાલ (કયારે) ભરાતાં આનંદાશ્રુના મિષે આંખરૂપ યંત્રથી તે પાણી ઉચે આવ્યું. આચાર્યની દેશનાવડે વિકસિત સંવેગરૂપ કલિકાને ધારણ કરતાં રાજાએ તેજ આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. પછી તીવ્ર તપ તપતાં અને આદરથી સિદ્ધાંતને અભ્યાસ કરતાં તથા પરીષહાને હેતાં તે આચાર્ય સાથે વિચારવા લાગ્યા. સર્વ સિદ્ધાંત - ભણતાં યતિકર્મમાં પ્રવીણતા મેળવતાં અને વિનયને આશ્રય