________________
૧૭૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
સ્વભાવે રૂપવંત તથા અંગરચનાથી અધિક શેભાયમાન પ્રભુને દેખતાં તે બોલ્યા કે –“હે ભગવન્! તમે તે સદા વનાવતારી છે. હે નાથ! તમે અંતરાયકર્મને છેદી લલિત શિવસુંદરીનું પાણિગ્રહણ કર્યું, હે દેવ ! આપના પ્રસાદથી મારા મનોરથ પૂર્ણ થાઓ. હે પ્રભુ! તમે તે બધું જોઈ અને જાણી રહ્યા છે, માટે હું વિનંતી કરું છું.” એમ સ્તુતિ કરી, મંદિરના બારણે ચિત્યવૃક્ષ નીચે છાયામાં મિત્ર સહિત રાજા સુઈ ગયે. એવામાં દિવસે પણ મુખ–ચંદ્રવડે મનહર અને પરસ્પર સુધારસ સમાન મધુર નેહાલાપ કરતા કેટલાક વિદ્યારે વિમાનમાંથી ઉતરી, ચિત્યના બારણે ઉભા રહેતાં રૂપમાં મન્મથ સમાન તે રાજાને જેમાં તેમણે વિચાર કર્યો કે આપણી સ્ત્રીઓ આ પુરૂષને દેખશે તે આપણામાં વીરક્ત થઈ, એની સાથે રમશે, માટે એ પુરૂષને આપણે મંત્રેલ દેરા બાંધી સ્ત્રી બનાવી દઈએ. સ્ત્રી ગમે તેવી રૂપવતી હશે તે પણ સ્ત્રીજાત તેની સાથે રતિ–રમવાની અભિલાષા નહિ જ કરે.”એમ બધાએ એક વિચાર કરી, આદરથી રાજાને પગે દોરે બાંધતા તે તરતજ દિવ્ય સ્ત્રી બની ગયો. પછી તે વિદ્યાધરે પ્રભુને નમી, પૂછ, સંગીત કરીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. જય રાજાને ઘણા ઉજાગરા હતા, તેથી ગાઢ નિદ્રા આવતાં, પગે દેરે બાંધતાં તેણે વિદ્યધરેને જાણ્યા નહિ. એવામાં અતિશય રૂપવતી, દિવ્ય વસ્ત્રવડે વિભૂષિત, જાણે ઘણી રતિ હય, જાણે હજારે લક્ષ્મીના ભિન્ન ભિન્ન રૂપ હોય અથવા જાણે ઈંદ્રાણીઓ હોય એવી તે મંદિર આગળ ચૈત્યવૃક્ષ પાસે વિમાન થકી ઉતરતાં રાજાને અદ્દભૂત રમણીરૂપે જોઈ તે પરસ્પર કહેવા લાગી કે –અહે! આ સ્ત્રીનું રૂપ-લાવણ્ય અપ્રતિમ છે. સમસ્ત જગતની રૂપવતી રમણીઓમાં એ એક વાનગી સમાન છે. રખે કેઈ યુવાન વિદ્યાધર એના પ્રત્યે નજર નાખે, માટે એને પુરૂષ બનાવી દઈએ; નહિ તે એ પિતાના રૂપે આપણને હરા