________________
૧૬૨
શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર.
.
કહી યક્ષે રાજપુત્રને વળગતાં રાજાએ ડાંડી પીટાવી અને હિરષેણે તેના સ્પર્શ કર્યાં. એટલે યક્ષે તેને મૂકી જતાં રાજસુત નીરાગી થશે. જેથી તેને મહામાંત્રિક સમજીને રાજાએ સંતુષ્ટ થઈ કહ્યું કે— હું મહાભાગ ! તને દેશ, હાથી કે ધનાદિક જે કાંઇ રૂચે, તે માગી લે.' હરિષણ ખેલ્યા હે રાજન ! જો તું ખરેખર સંતુષ્ટ થયેા હાય, તા એક મારૂ વચન સાંભળ—સર્વત્ર સુલભ એવા એ દેશાદિકની મારે જરૂર નથી, પરંતુ ર ંગશાળા નગરીમાં મારે શત્રુ સરિપુત્ર રાજા છે, તેના ઉચ્છેદ કર. ખસ, એટલું જ આદરથી તારી પાસે માગવાનું છે.’ રાજા હસીને એલ્ચા~~~ અરે ! આ તા તે મારૂં પ્રત્યેાજન માગ્યું. કારણ કે ચતુર્ગ સેના તેના પ્રત્યે જવાને તૈયાર જ કરી મૂકી છે, માટે તને જ એ સેનાના સેનાપતિ સ્થાપુ છુ. મારા આદેશથી એ સૈન્ય ખરાખર તારી આજ્ઞા બજાવશે. વળી પાતાનુ વેર લેવાશે અને સ્વામીનુ કામ થશે, માટે ભારે ઉત્સાહ લાવીને તુ હમણાં જ ત્યાં જા અને શત્રુને એકદમ સાધી લે.’ પછી રાજાએ પેાતાની સેનાને આજ્ઞા કરી કે એની આજ્ઞા પ્રમાણે તમે બધા વજો. ' એમ સેનાપતિને પણ ફરમાવી, હરિષણને વિસર્જન કર્યાં. એટલે અંખડ પ્રયાણાથી ચાલતાં તે રગશાળા નગરીમાં પહોંચ્યા અને સ બળથી તેણે તે નગરીને ઘેરી લીધી, બહાર વસતા લેાકેાને તે સતાવવા લાગ્યા અને નગરીના લોકેાને પેસવા નીકળવાનું બંધ થયું. ત્યારે રયવાડીએ નીકળતા સરિપુત્ર રાજાને કોટવાલાએ જઈને નિવેદન કર્યુ” કે—· હે નાથ ! શત્રુના અળ–સૈન્યરૂપ સાગરે ચંચળ તરંગરૂપ અશ્વોવડે અકાળે નગરીને ચાતરફથી ઘેરીને બુડાડવા—સતાવવા માંડી છે. વળી હે દેવ ! નગરીજના નિરાધ પામતાં આક્રંદ કરી રહ્યા છે, તેમ ગાકુળ કે પાણી પણ વધારે નગરીમાં નથી.’ એમ સાંભળતાં પ્રસરતા કાંપથી અધર કપાવતા રાજાએ વપ્રયત્રાના વાહક પુરૂષાને તાપા મારવાની
(