________________
હરિણ-શ્રીષેણની કથા.
૧૫૫
-~-~~-~-~
~
સાથે ચંદ્રમાની જેમ શક સમાન ન્યાયવાનું સરિત્સત રાજા તે રમણુઓ સાથે ભેગવિલાસ કરતાં પ્રજાનું પાલન કરવા લાગે. રાજા સમગ્ર રાજ્યચકને સ્થાપન અને ઉત્થાપન કરવામાં વ્યગ્ર બનેલ સરિસુતે પિતાના મોટા ભાઈને સર્વથા વિસારી મૂકયે. એવામાં કેટલાક વહાણના વ્યાપારીઓ ઘણી વિભૂતિ પેદા કરી ત્યાં આવ્યા અને તેમણે રત્નના થાળસહિત એક તરવાર રાજાને ભેટ ધરી. તેને શસ્ત્ર બહુ પ્રિય હોવાથી તરવાર લઈવેગથી તેની શ્રેષ્ઠતા જેવાને તેણે ઉઘાડતાં પોતાના ભાઈ હરિષણની તે ઓળખીને કહ્યું કે આ તમે ક્યાંથી મેળવેલ છે?” એટલે તેઓ કંપતા શરીરે અને અલના પામતા શબ્દોમાં જણાવ્યું કે હે રાજનું ! ભવ–સાગરમાં બૂડતાને ગુરૂ-ઉપદેશની જેમ નાવથી અમે પાર પહોંચાડેલ એક કૃતજ્ઞ પુરૂષે એ અમને ભેટ આપેલ છે. ત્યારે સંભ્રમથી રાજાએ કહ્યું કે–પછી તે કયાં ગયો?” તેમણે અંજલિ જેવી જણાવ્યું -તે અમે કશું જાણતા નથી. એટલે સરિત્સત રાજાએ તેઓને સત્કારી, પિતે હરિષણની શોધ કરવા તરફ માણસે મેકલ્યા, અને પોતે પણ તેની શોધ પ્રત્યે ભારે સૂકય ધરાવતાં તેવા રાજ્યને પણ એક બંધનરૂપ સમજવા લાગે. વળી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે મેટા ભાઈ મન્યા પછી રચવા અને બે વખત ભેજન કરીશ.”
હવે અહીં હરિષણ સાગરથકી પાર ઉતરતાં “શ્રીષેણની હું શોધ કરું, એવા અભિપ્રાયથી ચોતરફ તે ભમવા લાગ્યા. એવામાં એકદા ઉનાળામાં માર્ગે કેઈ પરબમાં સર્ષે પીધેલ પાણી તૃષ્ણાતુર થઈને તેણે પીધું, જેથી તેનું મસ્તક ઘુમવા લાગ્યું અને બેભાન હાલતમાં એક વડ નીચે પડી રહ્યો. તે વખતે વડ પાસેના એક છિદ્રમાંથી એક મેટે સર્પ બહાર આવ્યું અને તેનું મુખ જોઈ, તેણે તેને નાભિને ભાગ દબાવ્યું. આ વખતે તેનું શરીર વિષના