________________
હરિષણીષણની કથા.
૧૫૩
પહોંચ્યા. ત્યાં ચોતરફ લોકેને નિશાની બતાવી પૂછતાં પણ ભાઈના ખબર ન મળવાથી પિતે કયાંક એકાંતમાં રહ્યો. ત્યાં બે દાસીઓ ત્યાં શૂન્ય સ્થાન જાણું, આવીને પરસ્પર સુખ–દુઃખની વાત કરવા લાગી, તેમાં એકે બીજીને પૂછયું કે–તે કુમારીઓને આટલા બધા દિવસ નિયમ પાળતાં થયા, છતાં દેવી સંતુષ્ટ થઈને કેમ વર આપતી નથી?” બીજી દાસી બોલી—“હે વ્હેન ! કુમારીઓ ની પ્રતિજ્ઞાથી પ્રસન્ન થતાં તે રાજ્યપ્રદા દેવીએ તેમને રૂપમાં કામને જીતે તેવે વર આપ્યો છે. રાજ્યપ્રદા દેવીનું નામ સાંભળતાં શ્રીષેણ સાવધાન થઈને તે વાત બરાબર સાંભળવા અંધારામાં ઉભે રહો. તેવામાં પેલી દાસી હર્ષથી પૂછવા લાગી કે – હે સખી! તે વર કેણુ?” બીજી બેલી–અમે બરાબર તેને ઓળખી શકી નહિ, પરંતુ તે દેવીએ કુમારીઓને એમ કહ્યું કે—જે સંધ્યાએ તમારા પિતાને ઘાત કરશે, તે તમારે પતિ થશે. એમ દેવીની વાણુને પ્રસાદ પામી તે કુમારિકાઓ અહીં આવી. હવે તે પુરૂષ દેવીના પ્રભાવથી કયાંકથી આવી, હાથી પ્રમુખ સૈન્યને વશ કરી, રાજાને હણીને સિંહલદ્વીપનું રાજ્ય લેશે.” એટલે પહેલી દાસી બેલી એ વાત તે સંભવતી નથી. ગમે તેવા શૂરવીરથી પણ હાથી પ્રમુખની સેના વિના આ રાજા મારી શકાય નહિ. બીજી બેલી કે–“હે સખી ! તને ખબર નથી કે એ રાજા સ્ત્રીલંપટ છે અને રાત્રે એક નગરીમાં સર્વત્ર ફર્યા કરે છે. વળી તે સખી! જેણે દષ્ટિવિષ સને ક્ષણવારમાં માર્યો અને જે તત તામ્રરસના કુંડમાં પડયે, એવા પુરૂષને શું અસાધ્ય હોઈ શકે ? માટે ચાલ, હવે રાજાને આવવાને સમય થયે છે. અરે! તે અંધારપછેડે ઓઢીને આવતે લાગે છે. તે વખતસર એકલે અહીં આવતાં આપણને જોઈ લેશે.” એમ કહેતાં તે બંને દાસી ચાલી ગઈ અહીં શ્રીષેણ પિતાને વૃત્તાંત સાંભળતાં એહ આનંદ પામ્યું, અને