________________
હરિણ-શીર્ષણની કથા.
૧૪૩
પૂછ કે એ દેષ કઈ રીતે નિવર્સે કે નહિ?” ત્યારે બાળાએ ખડુગવાસી દેવીને પૂછ્યું; જે સાંભળી બાળાએ બધાની સમક્ષ કહ્યું કે –“આ નગરીના પાદરમાં ચક્ષ છે, તે શ્રાપને ટાળનાર છે. આરામનંદન પતે જે તેની પૂજા કરે, તે એને રેગ જરૂર ટળે, નહિ તે મરણ થશે.” એમ સાંભળતાં સમ્યક્ત્વમાં નિશ્ચય કરનાર આરામનંદન વિચાર કરવા લાગ્યો કે“જે મરણ છે, તે કઈ છવાડનાર નથી, અને જે પૂર્વોપાર્જિત દીર્ધાયુ છે, તે કઈ ચક્ષ કે વ્યંતરથી મરણ થનાર નથી. આ નિસંશય અર્થ પ્રગટ છે, ત્યાં ચક્ષાદિકને પૂજવાથી શું થવાનું છે? વળી તેમની પૂજાથી મને સમકિતમાં દૂષણ લાગે, માટે પોતાના કર્મે પુત્ર જીવે કે મરણ પામે. સંસારમાં વસતાં ઘણા પુત્ર જન્મ્યા અને મરણ પામ્યા છે. કેટિ ભ ભમતાં આ દુર્લભ મનુષ્યત્વ પ્રાપ્ત થયેલ છે, તેમાં પણ સમકિત દુષ્પાપ છે, તે જાણીને કેણ દુષિત કરે?” એમ આરામનંદને માંત્રિકને કહેતાં તેણે મંડળ સંહરી લીધું અને ક્ષણવારમાં દિવ્ય વસ્ત્રધારી અને તેજસ્વી વ્યંતરી બની આરામનંદનને કહેવા લાગી કે–“હે વત્સ ! તારા સમકિતની પરીક્ષા કરવા મેં એ બધું કર્યું, હવે તારે પુત્ર નીરગીજ છે.” એમ કહી તે વ્યંતરી તરતજ અદશ્ય થઈ ગઈ, અને પૂર્ણકળશ સંપૂર્ણ નીરોગી થઈને પ્રથમની જેમ ક્રિીડા કરવા લાગે. પછી આરામનંદન પણ વિશેષથી સમકિત પાળી, તેના પ્રભાવે પ્રાંતે સ્વર્ગ પામ્યા.”
એ પ્રમાણે કથા સાંભળતાં અજાપુત્ર વિશેષ જાગ્રત થતાં પુનઃ તેણે આચાચાર્યને સત્કથા પૂછતાં, તેઓ જિનધર્મથી વાસિત અને વિનયપ્રધાન એવી કથા પોતાની મધુર વાણીથી કહેવા લાગ્યા– | હરિણ–શ્રીષેણની કથા.
આ ભરત ક્ષેત્રમાં વિશાલા નામે નગરી છે, ત્યાં વિશાલવિ. ક્રમ નામે રાજા હતા ત્યાં હરિષણ અને શ્રીપેણ નામે બે સદર