________________
હરિષણ-શ્રીષેણની કથા.
૧૪૯
નિમેષરહિત બની ગઈ. સ્તંભને એઠે ઉભેલા અને સર્વ અંગ સંકેલી રહેલા છતાં તે સ્ત્રીઓની દષ્ટિએ જાણે તેમને વિકાસ પમાડયા હોય તેવા ભાસતા, વળી અમૃતની વૃષ્ટિ સમાન સંગીત સાંભળતાં જાણે મૂછ પામ્યા હોય, જાણે નિદ્રાધીન થયા, અથવા જાણે ઘેલા બન્યા હોય તેમ તે અચેતન થઈ ગયા. તેમને ભાન જરા પણ ન રહ્યું, તેવામાં સૂર્યોદય થતાં તે સ્ત્રીઓ બધી પોતાના સ્થાને ચાલી ગઈ, માત્ર સંગીતના ભણકારા તે બંનેના કાનમાં ઉછળતા હતા. એટલે તેમને જગાડવાને જ જાણે સૂર્યો પિતાના કર-કિરણથી સ્પર્યા. જેથી નિદ્રા તજી તેમણે નાટક જેવા દષ્ટિ ફેરવતાં તે સ્ત્રીઓને ન જોઈ, તેમને સંભારતાં તથા પિતે શા કામે આવ્યા છે, તે યાદ કરતાં તેમને ભાન આવ્યું. ત્યાં સૂર્યોદય જોઈ, દેવીના મંદિર ભણું ચાલતાં પોતાના પુણ્યની જેમ તેના ગભારાના કપાટ બંધ થયેલા જોતાં, તેમણે વિચાર કર્યો કે –“અહા! આ શું થયું.? આપણે તે સંગીતમાં લુબ્ધ બની બેભાન થયા. જેથી રાજ્યલક્ષ્મી તે દૂર રહે, પરંતુ દેવીનું દર્શન પણ ન પામ્યા અરે ! વ્યસનને ધિક્કાર છે કે મહાકાષ્ટ અહીં આવતાં પણ ફળ ન મળ્યું. વ્યસની હોય તે કામ સાધી ન શકે, તેમ આપણે પણ સંગીતમાં તલ્લીન થવાથી બધું ખાયું ત્યારે અન્ય પુરૂષે કહ્યું – “જે થવાનું હતું તે થયું હવે હાથ ઘસતાં શું મળે તેમ છે?” એવામાં એક વૃદ્ધ સ્ત્રી “જાઓ, જાઓ,” એમ બોલતી ત્યાં આવી. તેને નમીને સાધક પુરૂષે પૂછયું કે–તમે અમને કેમ રવાના કરે છે?” તે વૃદ્ધ દંપતી કહેવા લાગી કે—“હે વત્સ! એ કથા તે બહુ મોટી છે અને હું તે કહેવાને અતિકાયર છું. અંતરમાં દાહ ઉઠે છે અને જીભથકી અમૃત નષ્ટ થયું છે. ત્યારે શ્રીષેણુ બે —હે માત ! તમે ગભરાઓ નહિ. હું તમારી રક્ષા કરનાર બેઠો છું, તમને સ્તાવનારને આ તરવાર સતાવશે. એટલે વૃદ્ધા