________________
૧૫૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
અવજ્ઞાપૂર્વક બેલી કે–પેલા કુટિલ બિલમાંથી યમના ખડગ સમાન હમણાજ દષ્ટિવિષ મહાસર્પ નિકળશે, તેની દ્રષ્ટિમાં જે મનુષ્યાદિ સજીવન વસ્તુ આવશે, તે દષ્ટિના વિષે એક ક્ષણમાં સાક્ષાત્ ભસ્મ થઈ જશે. દેવી પણ એને આધીન થયેલ હોવાથી મારતી નથી, પરંતુ કેઈ પરદેશી મનુષ્ય એ સપને યમધામમાં મેકલી શકે. એને જાણ્યા વિના અહીં રહેતી ઘણી સ્ત્રીઓને એણે બાળી નાખી છે, એ મહાક્રૂર અને વિષચક્ષુ છે, માટે તમે અહીંથી ગમે ત્યાં ભાગી છુટે. અહીં ભૂમિમાં મારું ઘર છે ત્યાં હું ભયને લીધે ભાગી જઈશ.” એટલે શ્રીષેણે પુનઃ જણાવ્યું કે –“હે માતા ! મારું એક વચન સાંભળે–સંગીત કરનારી એ યુવતિઓ જ્યાં રહે છે?” તે બોલી–તે બધી રાજકન્યાઓ છે, અને દીવાળીની રાત્રે અહીં દેવીનું સ્નાન, પૂજન કરી, સંગીત, કરતી તે રાત્રિ જાગરણ કરે છે ત્યારે શ્રીષેણ બે –એ દેવીનું આરાધન શા માટે કરે છે?” વૃદ્ધાએ કહ્યું તેમણે એવી પિતે પ્રતિજ્ઞા કરી છે કે જે પુરૂષ એ દષ્ટિવિષ સર્પને હણીને, દેવી પાસે રહેલ ઉષ્ણ કુંડમાં સ્નાન કરશે, તેજ સાહસિક પુરૂષ અમને પરણશે. એવા નિશ્ચયથી એ વૈવન પામ્યા છતાં અન્ય કેઈ નરને પરણતી નથી; વળી એ દષ્ટિવિષ સર્પ તે જે સાધક આવે, તેને ભસ્મ કરી નાખે છે. એ સર્પના પ્રભાવથી દેવી પણ શંકા ન લાવતાં અદશ્ય થઈ જાય છે. વળી એ સર્ષ દશ મહિના સુધી બહાર બધાને ભસ્મ કરી, બે માસ વેગની જેમ બિલમાં રહે છે. વળી સ્થાનમમત્વને લીધે રાજ્યપ્રદા દેવી પિતાની શકિતથી વૃક્ષ વિરાજિત નગર બનાવે છે.” એ પ્રમાણે વૃદ્ધા વાત કરે છે, તેટલામાં બિલમાંથી જેતિ પ્રગટી, જે જોતાં “તે સર્પ હવે આવે છે એમ બેલતી તે વૃદ્ધા ભાગી ગઈ, અને તે સિદ્ધ પુરૂષ પણ મન તથા શરીરને કંપતે બે કે ચાલ, ચાલ, આપણે પણ બને