________________
હરિષેણુ–શ્રીશ્રેણની કથા.
૧૪૯
પાણીનું પૂર આવતાં પણ યક્ષનુ કાષ્ઠમંદિર પાણીમાં તણાયું નહિ. તે જોઇ નગરજને ભારે આશ્ચય પામ્યા અને તેનેજ એક દેવ માનીને પૂજવા લાગ્યા. એવામાં એકદા દીવાળીના મહાત્સવ આવતાં કાઇ પુરૂષે તે યક્ષને કઇક પૂછવાને પોતાના ઘરે રાત્રે પાત્રમાં ઉતાર્યાં. ત્યાં દૈવયેાગે તે વખતે નદીમાં પૂર આવતાં, યક્ષ શૂન્ય તે કાષ્ઠમંદિર તણાવા લાગ્યું. તેમાં સુતેલા હરિષણ અને શ્રીષેણ પણ પ્રવાહમાં તણાતાં તેની સાથે સમુદ્રમાં ગયા. ત્યાં યક્ષમંદિર સાગરમાં તણાઇ જતાં સાગરના ગા`રવથી નાના ભાઇ શ્રીષેણ જાગી ઉઠંચા અને બ્હાર આવીને જોયુ તે ચાતરફ પાણીજ તેના જોવામાં આવ્યું. એટલે સ ંભ્રાંત થઇ વિચારવા લાગ્યા કે— શું મહાવૃષ્ટિથી જલધરે પૃથ્વી પાણીથી ભરી છે કે અકાલે ઉછળેલ સમુદ્રપૂર વસુધાને તાણી જાય છે ? અરે! આ તે નગરી પણ પાણીમાં ડૂબી ગઈ લાગે છે અને ચક્ષના આરાધક તેરાજા પણ મરણ પામ્યા હશે ? અરે ! ધિક્કાર છે કે તે યક્ષે પેાતાનું એક મંદિરજ રાખ્યું, પણ આરાધક રાજા અને નગરજનાની જરાપણુ દરકાર ન કરી.’ એમ ચિતવતા શ્રીષેણુ ભયભ્રાંત થઇ ગયા. તેવામાં ભૂમિની જેમ જળપર ચાલતા એક પુરૂષ આવ્યેા. તેને જોતાં શ્રીષણને વિચાર આવ્યા કે— અહા ! આ તે અમારા યક્ષ કરતાં પણ અધિક પ્રભાવશાળી લાગે છે કે પાણીપર પગે ચાલે છે.’ એમ ધારી શ્રીષેણુ તેને કહેવા લાગ્યા કે— અહા ! મહાભાગ ! તમે કાણુ છે ? કે તમે આવી શિકિત ધરાવા છે. તમે કયાં જવા ધારે છે અને આમ ઉતાવળે કેમ જાએ છે ? ’ એટલે મુખે શ્વાસથી ભરાતા તે પુરૂષ શ્રીષેણુને કહ્યું કે—હું હમણા તમને જવાબ આપવાને સમ નથી.’ શ્રીષેણુ એક્ષ્ચા—‘તા પણ કઇંક કહે.’ ત્યારે તે કહેવા લાગ્યા કે—‘હું રત્નદ્વીપમાં જાઉં છું, ત્યાં જે કામ છે, તે સાંભળ. તે દ્વીપમાં રાજ્યપ્રદા નામે દેવી છે, તેની આગળ એક તસ તામ્ર
*