________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
કહેતાં યક્ષ વાલુકાના ઢગની કઈ રીતે સંભાળ સાચવીને તે રાજપુત્ર પાસે ગયા અને બોલ્યા કે—તમે દૂર રહ્યા, એટલે લાંબા વખતથી તમારા સમાચાર ન મળવાથી દુર્ગબાહુ રાજાને મહાદુઃખ થાય છે. તે તેણે તારી શુદ્ધિ લેવા માટે હું યક્ષની પ્રાર્થના કરતાં હું શ્રીપુરથી આકાશમાર્ગે અહીં સત્વર આવેલ છે, માટે તારી નિશાની સાથે શુદ્ધિલેખ લખી મને આપ.” એમ યક્ષે કહેતાં તેણે તેમ કર્યું અને નિશાનીમાં એક શસ્ત્રિકા આપી, એટલે તરતજ યક્ષે લઈ આવતાં, ત્યાંજ ઉભા રહેલ રાજાના હાથમાં આવે. તેના પર રાજપુત્રની મહેર-છાપ જોતાં, અમેદાશ્રુ આવતાં રાજા પિતે ખેલી, ગદગદ્ વાણીથી વાંચવા લાગ્યું કે– મંગલકારી શ્રીપુરનગરે મારા તાતને પ્રણામ કરી, હું મારા કુશળ સમાચાર લખું છું કે કલિંગ રાજા કોટમાં અત્યારે કેટકિલ્લામાં ભરાઈ રહ્યો છે, તેને મારીને આવીશ. તમે મેકલેલ યક્ષથી મારા સમાચાર જાણી હાલ પ્રમોદમાં રહેજે. તેની સાથે મારી નિશાની શસ્ત્રિકા મેકલાવી છે. એ પ્રમાણે પિતાના પુત્રના કુશળ સમાચાર લાવનાર તે યક્ષ અને વેળુના ઢગલાની રાજાએ પોતાના અંતઃપુર સહિત વિલેપનપૂર્વક પૂજા કરી અને પ્રધાનને આજ્ઞા કરી કે તમે આ રેતીના ઢગપર શીઘ કાષ્ઠમંદિર તૈયાર કરાવે.” મંત્રીએ તે પ્રમાણે કરાવવાની હા કહેતાં રાજા યક્ષને નમી, પ્રદ પામતે પોતાના સ્થાને ગયે. પછી રાજાના આદેશ પ્રમાણે પ્રધાને નદીના પૂરથી ન તણાય તેવા મેટા સ્તંભ નખાવી કાષ્ઠનું એક મોટું ઉન્નત મંદિર તૈયાર કરાવ્યું. એટલે સંધ્યા સમયે યક્ષમંદિરમાં નાટક કરાવી, યક્ષને નમીને રાજા પોતે ભજન કરો અને બીજા પણ ઘણા લેકે એ પ્રમાણે કરવા લાગ્યા, તેમજ હરિણ અને શ્રીષેણ યક્ષના સેવક હોવાથી કે તેમને ઘણે સત્કાર કરવા લાગ્યા. કારણ કે તેવાદેવની સેવા નિષ્ફળ ન જાય. વળી વર્ષાકાલમાં