________________
૧૪૪.
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
ક્ષત્રિય રહેતા કે જે પરમ સ્નેહને લીધે કદિ અલગ થયા ન હતા. એકદા તે બંને સેવા કારણે દેશાંતર ચાલ્યા. તેજસ્વી જને નિરૂઘમી રહેતા નથી. જતાં જતાં એક વખતે સાંજે યક્ષમંદિર જોઈ, પક્ષી જેમ પિતાના માળા પ્રત્યે જાય, તેમ તે ત્યાં રાતવાસ કરવા ગયા. ત્યાં તેઓ વિચારવા લાગ્યા કે કયાં જવું અને કયા રાજા સેવવા યોગ્ય છે?” એમ ચિંતવતાં તેમને યક્ષ કહેવા લાગે કે–“હે ભદ્રો! તમે જે સેવા કરવા તત્પર હે તે મારી સેવા કરે. હું તમને વાંછિત આપવા સમર્થ છું. હું શ્રીફળ નામના ઉદ્યાનને અધિષ્ઠાયક છું, પણ બીજા મહદ્ધિક યક્ષેએ બલાત્કારે ત્યાંથી મને કહાડી મૂકો, એટલે શત્રુને જીતવાને અસમર્થ હું અહીં આવ્યો છું. ઘણે શત્રુઓ મળતાં, એકલે શુરવીર શું કરે? વળી અહીં રહેવાની મારી ઇચ્છા નથી, હું ઘણા ભેગ ભેગવવા ઈચ્છું છું. માટે દેશાંતર જવા તમને સાથે લેવાની મારી મરજી છે.” એમ યક્ષની સાક્ષાત્ વાણી સાંભળતાં, તે બંને અંજલિ જે યક્ષને કહેવા લાગ્યા કે—“અમે દ્રવ્યના લેભે મનુષ્યની સેવા કરવા તૈયાર થયા છીએ, તે તમે તે મનવાંછિત આપનાર દેવ છે, એટલે તમે અમારા સ્વામી અને અમે તમારા સેવક છીએ, તેમાં શું ન્યૂન છે? વળી તમે તે અદશ્ય છે, જે તમારે કહેવું હોય, તે અમને કહે” યક્ષે કહ્યું– હું મારી શકિતથી જ્યાં અધિષ્ઠાયક થઈને રહું, ત્યાં તમારે બનેએ બહુમાનથી રહેવું એ વચન તેમણે કબૂલ કરતાં યક્ષ પુરૂષરૂપે પ્રગટ થયો અને તે બંને સાથે ચાલતાં તે બધા શ્રીપુર નગરમાં પહોંચ્યા. ત્યાં યક્ષે કહ્યું કે–“હે પુરૂ ! હવે આગળ મારાથી જવાય તેમ નથી. અહીં ઘણા વંતરે રહેલા છે. તે આ નગર પાસે એક નદી છે, તેની આસપાસ
ક્યાંક હું રહીશ.” એમ કહી, જતે તે યક્ષ પુનઃ પેલા બંને ભાઈને કહેવા લાગ્યું કે–“તમે અહીં એક મેટે રેતીને ઢગલે કરે,