________________
૧૪૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
-
-
ત્યારે આરામનંદને ગીત, નૃત્ય તથા મંગળ-ધ્વનિ પૂર્વક મહોત્સવ કરાવ્યું અને પછી–જાગરણ કરી, ભારે આહાદ પામી, દશમે દિવસે બંધુવર્ગને જમાડી, તેણે બધાની સમક્ષ જણાવ્યું કે – અમારા દુઃખને છેદી, મનોરથ પૂરતાં એ જન્મ પામે છે. માટે એ પુત્રનું નામ પૂર્ણકળશ રાખીશું.” એમ તે બાળકના જન્મથી માબાપ બહુજ પ્રશંસા પામ્યા. પછી લાલન-પાલનથી તે બાળક યૌવન પામે. એટલે સમાન ગુણ અને રૂપવંતી ઘણી શ્રેષ્ઠિ કન્યાઓ ભારે ઓચ્છવ અને સંતોષથી માત પિતાએ પૂર્ણકળશને પરણાવી. એવામાં આરામનંદનના સમ્યફત્વની પરીક્ષા કરવા કઈ પાસેની વ્યંતરીએ એવું અઘટિત કર્યું કે “પાણિગ્રહણ પછી તરતજ તેણે પૂર્ણ કળશને મહાવર પેદા કર્યો. જેથી તેને દાહ, અને દુસ્સહ પીડા થવા લાગી. તે અચેતન થતાં જેમ તેમ બકવાદ કરવા લાગે, અને ભૂમિપર આળોટવા લાગ્યું. કેઈ વૈદ્ય કે યક્ષથી તેને વર શાંત ન થયો. તેવામાં કઈ માંત્રિક ક્યાંકથી આવી ચડશે, જેને આડંબર જોતાં આરામનંદને તેને પુત્રની ચિકિત્સા કરવા બોલાવ્યો. તેણે એક મંડળ આખી, તેમાં કુમારીકા બેસારી, અક્ષત પાત્રમાં તરવાર મૂકીને આડંબરથી તેની પૂજા કરી. પછી પિતે ધ્યાનમુદ્રાથી યક્ષ
ને તરવારમાં ઉતારી કુમારિકાને તેણે કહ્યું કે– હે બાળા ! કંઈ દેખાય છે?” તે બેલી- હા, ખગમાં ભયંકર યક્ષ દેખાય છે. ત્યારે માંત્રિકે કહ્યું–ચક્ષણ શું કહે છે, તે બરાબર કહે” એટલે બાળાએ બરાબર સાંભળીને જણાવ્યું કે—એ ચક્ષશી એમ કહે છે કે એ પૂર્ણકળશ ઘણું દેષે લેવાય છે, તે મૂકી શકાય તેમ નથી. જેથી તે યમના ઘરે જાય, એમ લાગે છે.” એ પ્રમાણે બાળાની પ્રાણુહારક વાણી સાંભળતાં પદ્માવતી મૂછ પામી. ચાં ધીર આરામનંદન કહેવા લાગ્યો કે– હે માંત્રિક! તું તેને