________________
૧૪૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
વૃદ્ધાઓ ઉત્તરીય વસ્ત્રના અંચલવડે પવન નાખતાં જેને આશિષ આપી રહી છે, તેમજ “અગ્નિ શીતલ ક્યાં હોય? તે પણ શીલના પ્રભાવથી જોયું.”એમ પ્રશંસા પામતી પદ્માવતીવડે વિરાજિત, વળી આગળ ચાલતાં બંધુઓ જેને વારંવાર ડોક મરીને જોઈ રહ્યા છે અને જેની આગળ અભુત સંગીત ચાલી રહેલ છે એ આરામનંદન નગરમાં પ્રવેશ કરી પોતાના ઘરે આવ્યા. પછી રત્નાભરણ આપતાં રાજાને સંતોષી તથા ધનવસ્ત્રાદિકથી રાજલકને રાજી કરી, વિદ્યાધરીઓને સનેહાંજલિથી સન્માન આપી, પૂર્ણ પાત્ર મગાવી, સ્વજનેને પહેરામણી કરાવી, યાચકને ધન આપી, સુધિતેને ભોજન કરાવી, આરામનંદને અંજલિ જે બધાને વિસર્જન કર્યા. વળી બીજા લેકે ન જુએ તેમ વેતાલ પાસે પેલે સેનાને બનેલ એગી મગાવી, તેને પણ પ્રદથી વિદાય કર્યો. પછી સ્નાન કરી, નૂતન વસ્ત્ર પહેરી તેણે ઘરે તથા ચૈત્યમાં જિનપ્રતિમાનું પૂજન કર્યું અને તપ તથા ચારિત્રના મંદિર એવા સાધુઓને પ્રતિલાભ્યા; તેમજ યથારૂચિ સાધÍજને સાથે તેણે ભેજન કર્યું. એમ પુપાય અને પત્નીનું શીલવ્રત જાણતા આરામનંદન પૂર્ણપણે ગૃહસ્થ ધર્મ પાળવા લાગ્યા.
એવામાં એકદા બાહ્ય ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા. તેમને વંદન કરવા પિતાની પ્રિયા સહિત આરામનંદને જઈ, ત્રણ પ્રદક્ષિણા દઈ જ્ઞાનીને વંદન કર્યું અને પૂર્વે આવેલા ભવ્યાત્માએને પણ તેણે પ્રભેદથી નમસ્કાર કર્યા. પછી શુદ્ધ ભૂમિતલપર તે બેઠે, એટલે પાપ-પંકને ધવામાં જળ સમાન કેવલીએ ધર્મ દેશના શરૂ કરી–જિનભક્તિ, સાધુભક્તિ અને દયાધમ સેવતાં સમ્યકત્વથી ભવ્યાત્મા મુક્તિ પામે છે. જે પ્રાણ પુણ્ય–સંગ્રહ કરે છે, તે સગેવાંગ શરીર પામે છે અને પ્રસંગે સહેજમાં શુભાશુભને ક્ષય કરતાં મુક્ત થાય છે. જે પોતાના ઉંદરમાં લુબ્ધ બની દાનાદિક ન