________________
સમ્યફ ઉપર આરામનંદનની કથા.
કરે, તે સુખ ન પામે અને માનવભવને સાર્થક ન કરી શકે. તેમજ વળી દાનાદિકથી ઉપકાર અવશ્ય કરે; તેમ ન કરવાથી સંપત્તિ સત્વર ચાલવા માંડે છે તથા ગુહાનાગની જેમ કલ્યાણ અને ધર્મ તેને તજી દે છે. સુકૃત વિના સુખ ન થાય, તપ વિના ઈષ્ટસિદ્ધિ ન મળે, કુશલ–દુરાચારી મહિમા ન પામે અને મૂઢહુદય મિક્ષ ન મેળવે. માટે ધર્મમાં બુદ્ધિ રાખવી, દરેક કાર્ય વિચારીને કરવું, તથા મનુષ્ય-જન્મ પામીને જિન ધર્મના આરાધક થવું. જીવરક્ષા તે શ્રેષ્ઠ છે કે જેના સભાવે ધર્મ સજીવન રહે. નાગવલ્લી છેદાઈને દૂર પડી હોય, છતાં જળ સિંચતાં તેના પત્ર સજીવન રહે છે. સત્ય વાણુ એ અન્ય શરણુરહિત એવા ધર્મની ભાર્યા છે. રજનીએ તજેલ ચંદ્ર અસ્ત થાય છે અથવા તેજહીન થાય છે. ચોરી કરનારને કલંક ન જાય, તે સંપત્તિ ન પામે, વિશ્વાસ ન પામે, કૂર ગ્રહથી હણતાં તે દષ્ટિ કે પુષ્ટિની હાની પામે. મૈથુનમાં સતત આસક્ત થવાથી અપકત્તિ પાપ, અને અણધાર્યું મરણ આવે. ચંદ્રમા રાત્રિપર રાગી થતાં તે સતત્ કલંકી ગણાય છે, ખંડિત થાય છે અને રાહુથી ગ્રસ્ત થાય છે. તથા વિપુલ આશાને નિયંત્રિત ન કરવાથી પ્રાણું મનેરના વિલાસમાં નાચે છે. ગુણ-દેરીવડે બંધાયેલ છતાં આશા–ચતરફ ખલના રહિત પતાકા પવન વડે ભ્રમણ પામે છે.” એમ સાંભળતાં ઉત્પન્ન થયેલ ભાવનામાં મન લગાવી, સમ્યફત્વ અંગીકાર કરી, ગુરૂને નમીને આરામનંદન પિતાના સ્થાને ગયે.
પછી સિદ્ધ સુવર્ણપુરૂષના અંગે કાપતાં પણ પુનઃ તે પલ્લવિત થતાં, ફરી કાપી લેતાં એમ વારંવાર કરવાથી તે આરામનંદન ભારે ધનવાન થયે. તે જિનચૈત્યમાં અઠ્ઠાઈ–મહોત્સવ કરાવતે અને શુભ માગે ધન વાપરવા લાગ્યા. તેવામાં મહાસ્વપને સૂચિત એવા તેજરવી પુત્રને પદ્માવતીએ ભારે આનંદથી જન્મ આપે.