________________
સમ્યક્ત્વ ઉપર આરામનનની કથા.
૧૩૭
રાને પૂછી, દુષ્કૃતને નિંદી, સુકૃતને અનુમોદી, અને સિદ્ધોની સાક્ષીએ આલેાચીને તે ચિતા તરફ ચાલી. તેવામાં નગરજનાના આક્રંદ કરતાં, સખી મૂર્છા પામતાં, આંધ્રુવનાં રૂદન કરતાં મહીપતિના શાક કરતાં, માતાના સષ્ઠ છાતીના તાડન સાથે ભૂમિપર પડતાં, સગા ભાઇના વૃક્ષના થડ સાથે શિર પછાડતાં, અરે ! આવું રૂપ કયાં થવાનું છે ? આવા વિનય, આવું ઉત્કૃષ્ટ શીલ, આવા ગુણાની યાગ્યતા, આવું વાત્સલ્ય અને આવી દાન-શીલતા કયાં થવાની ? આવી ઢયા, આવી ધર્માંમતિ, આવી દક્ષતા, આવી નિઃગ્ધતા અને આવું પતિવ્રત પણ કયાં હોય ? તેમજ આવી અચળ ગુરૂકિત પણ ન જ સંભવે. અરે ! હવે તો જગત્ શૂન્ય થવાનું કે જ્યાં આવી પદ્માવતી ચાલી જાય છે. અહા ! સવ કલાના ક્રીડાગૃહ સમાન આ અકાળે ભગ્ન થાય છે. ’ એમ પાસેના ગામ, નગરના લાકાએ વારંવાર વિલાપ કરતાં, પદ્માવતીએ તરતજ અંજલિ જોડી પંચ નમસ્કાર કરી, મનમાં શુભ ભાવના ધરી, નિય થઇને તેણે ચિતાનળમાં પ્રવેશ કર્યાં. ત્યાં મોટા આક્રંદ અને દીન વચન ખેલતાં લેાકેા આમતેમ શિથિલ થતાં ભૂમિપર પડવા લાગ્યા.
આ વખતે ચાતરફ આકાશમાં ધૂમ્ર વ્યાપેલ જોઇ, નજીક આવતા આરામનન જીવંત છતાં મૃત તુલ્ય બની ગયા અને ક્ષણમાં નમદાના તીરે આવતાં દિગંતરને જવાળાવડે બ્યાસ કરનાર ચિતાગ્નિને તેણે જોયા તથા વસ્ત્રથી ઢાંકેલ મુખવાળા આંસુ મુકતાં, શાકાકુળ, એવા સ્વજનાને અને રૂદન કરતાં અન્યજનાને જોતાં, પેાતાના મનથી પદ્માવતીના અગ્નિપ્રવેશ જાણી, મયૂરથકી ઉતરી અને કચુકી એક બાજુ મૂકી આરામનદન કહેવા લાગ્યા કે— જો મારી સ્ત્રી સતીવ્રતથી વિરાજિત હોય, તે એ તથા હું અગ્નિમાં અક્ષત રહીએ.’ એમ કહી દયિતા—મૃત્યુ પામી તેણીના પાપ-૫ કથી રાગીની જેમ ક ંપતા તેણે સ્વજના ન જુએ તેમ ચિતાગ્નિમાં પ્રવેશ