________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
પલા વેતાલને યાદ કર્યો. એટલે તે તરતજ અંધકારને દૂર કરતાં, મુખથી અગ્નિ જવાળા મૂકતે પરિવાર સહિત હાજર થયે અને અટ્ટહાસ્યથી પરસૈનિકેને ત્રાસ પમાડતાં આરામનંદનને નમીને તે કહેવા લાગ્યું કે –“બોલ, તારું શું કામ કરૂં?” તેણે કહ્યું
આ વિદ્યાધરીએાના લડતા સૈન્યને અલના પમાડ કે જેટલામાં હું કંચુકી આપીને પાછો આવું. જે અત્યારે હું મારા નગરમાં ન જાઉં તે મારી ભાર્યા મારી આશા મૂકી બળતી ચિતામાં પેસશે, માટે તું સન્મ અટકાવ! ત્યારે વેતાલ બોલ્યા કે –“હું આવતું હતું ત્યારે એક નગરમાં મેં જોયું કે કઈ સ્ત્રી ચિતાગ્નિમાં પેસવાને તૈયાર હતી. તે વખતસર તારી દયિતા હશે, માટે તું સત્વર જા, હું તારી પાછળ સંભાળનાર થયે છું.”વેતાલના વૃત્તાંત-કથનથી તથા ડાબી આંખ ફરકવાથી દયિતાનું મરણ સૂચિત થયા છતાં તસચિને આરામનંદન તે કાષ્ઠના યંત્રમયૂર પર બેસીને ચાલ્ય. તેવામાં અહીં નર્મદાના તીરે પતિ આવવાને અવધિ પૂર્ણ થતાં પદ્માવતી રાજાને અંજલિ જેને કહેવા લાગી કે –“હે રાજન ! મને પિતાના સંબંધીઓએ વાર્યા છતાં પતિને મરણ પમાડ્યાના પ્રાયશ્ચિત્તની શુદ્ધિ માટે હું ચિતા પ્રત્યે ચાલી છું. હે ભૂપાલ! પૃથ્વીના ભારે પુણ્યથી ગુરૂની જેમ માનપૂર્વક તમે વાનર એકલી શુદ્ધિ મગાવીને મને આટલે વખત અટકાવી. તે લેખમાં બતાવેલ અવધિ કરતાં એક દિવસ અધિક થયે, છતાં પતિન આવ્યા, તેથી કોઈ અમંગળ સંભવે છે. માટે હે મહારાજ! હવે મને ચિતામાં પેસવાની પરવાનગી આપે. પતિ હત્યાનું મારું પાપ વખતસર બધી દિશાઓને ન સ્પશે.' એમ રાજાને કહી, અંબેડે છે, સાસરાના તથા પિતાના પક્ષને આદરથી નમી, દીન-અનાથ જનેને ભારે દાન આપી ભારે શ્રદ્ધાથી ઈષ્ટ દેવતાને પૂજી સખીઓને સતાવી, પરિવારને ખમાવી, સ્વકુટુંબને આશ્વાસન આપી, સસ