________________
સમ્યક્ત ઉપર આરામનંદનની કથા. ૧૦૭
mmmmmmm સૂર્યોદય થતાં આરામનંદન ઉઠ અને મીંચાયેલી આંખે જ તેણે તે ગાંઠ પર હાથ ફેરવ્યો, ત્યાં પિતાને ભાગ્યહીનની જેમ તે ગાંઠ શુન્ય દીઠી અને નિદ્રા-શ્રમ નષ્ટ થતાં ભય પામતે તે તરત ઉઠો.
જ્યાં વસ્ત્ર ખંખેરતાં તેણે શયનભૂમિ જોઈ, છતાં તે હાથ ન લાગવાથી કંચુકીના મેહને લીધે તેને મૂછ આવી ગઈપછી પોતે સ્વસ્થ થતાં કંપતા હૃદયે નિસાસા નાખી પરબની અંદર અને બહાર શોધતાં કંચુકી તેને હાથ ન લાગી. ધતૂરે પીધેલની જેમ તેને પૃથ્વી બધી શૂન્ય ભાસવા લાગી. ખરેખર બધું હશઈ જતાં ધીર જન પણ ઘેલ બની જાય, વળી તે ચિંતવવા લાગ્યા કે–અહે! દેવ મને જ પ્રતિકૂલ થયું, બીજા કોઈને નહિ. પ્રિયાને વિયેગ આપતાં તેણે મને આ અવસ્થાએ પહોંચાડો. નહિ તે આમ નાવિક તરત નાવ લઈ કેમ જાય અને પ્રિયાને આપવા લાયક કંચુ પણ કેઈએ હરી લીધીએમ દેવથી હણનાં હું હવે સ્વસ્થાને જવાને પણ ઉત્સુક નથી અને કલ્પવૃક્ષનાં પુષ્પ વિના તેવી બીજી કંચુકી પણ થઈ ન શકે. કદાચ ભ્રમણ કરતાં ક્યાં કંચુકી પામીશ, પરંતુ એ તે દેવનિમિત હેવાથી કાલાંતરે પણ વિનાશ ન પામે તેવી હતી, માટે અત્યારે તે દેવનગર સમાન એ નગરમાં જાઉં.” એમ ધારી તરફ તપાસતાં આરામનંદન તે નગરભણી ચાલ્યું. ત્યાં તાપની રક્ષા નિમિત્તે જાણે ઉદ્યાનની પરંપરા લાગી રહી હતી અને જલયો વહન થતાં જ્યાં અનેક ધ્વનિ એકત્ર થઈ રહ્યા હતા, વળી પિતાના શરીરમાં રહેલ તાપવડે તપ્ત થયેલ સૂર્ય, જ્યાં હિમાલય જેવા તે આરામેને સેવવા ઉત્સુક થયે તથા આકાશ સાથે અડતા મેટા પ્રાસાદપર કેટિત્વસૂચક ધ્વજાઓ લટકતી અને રાજમાર્ગમાં કસ્તુરીમિશ્ર જળના છંટકાવથી રજે શાંત થઈ ગઈ હતી, મણિની ભીતિવાળી બજારશ્રેણીમાં જ્યાં અંદરની વસ્તુઓ દેખાતી હતી, મહેશ્ય-શ્રેણીના આવાસો શ્રેયાં