________________
૧૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
સમજી કેટલાક અલ્પબુદ્ધિ પારાએ તે ડિ'ડિમના સ્પર્શ ન કર્યાં. એવામાં બુદ્ધિનિધાન આરામનંદને હર્ષથી તેના સ્પર્શ કર્યાં અને બુદ્ધિશાળી નગરજના કાતુકથી જેને જોઇ રહ્યા છે એવા તે રાજા પાસે આવી, પ્રણામ કરીને ખેલ્યા કે— હૈ વિભા ! એ કુંજરને ઉઠાડવામાં જે મારા આદેશ મજાવે, તેવા એક મત્રી મને સોંપા. ’ એટલે રાજાએ એક પ્રધાન તેને સેપ્ચા. પછી આરામન ન સત્વર હાથી પાસે આવતાં, લાખી સુઢે પુકાડા મૂક્તા તે હાથીને જોઈ, તેના શરીર નીચેની ભૂમિ ખાદાવી, તેમાં ત્રીજી માટી પૂરી દેવાના તેણે આદેશ કર્યાં, તથા હાથીની ચાતરમ્ સો હાથ ભૂમિતલ ઈંટોથી મજબૂત ખંધાવવા તેણે અમાત્યને આજ્ઞા કરી અને પ્રધાને તે પ્રમાણે બધું કરાવી આપ્યું. પછી તેણે પુનઃ ક્રૂરમાવ્યું કે એ બાંધેલ ભૂતલની ચાતરફ માટી પાળ કરાવા. ' એટલે રાજાની જેમ તેના આદેશ મંત્રી એ તરતજ મજાવ્યા. રાજાની આજ્ઞા થતાં શું ન થાય ? તેવામાં સુજ્ઞ લેાકેાને વિચાર થા કે— આ શું કરશે ?’ ત્યાં હાથીને તેણે શાકીના ચારા નખાવ્યા, વળી તળાવની પાળ તેાડાવીને તે સ્થાન તેણે પાણીથી પૂરાવ્યું. તેમાં રમતા તે હાથી ૧બકસ્થળ સમાન ભાસવા લાગ્યા. તથા એક હાથણીને શણગારી, રાજપુરૂષાએ તેને પાળપરથી ત્યાં પાણીમાં ઉતારી. એવામાં શાકીના ચારાથી તે મદોન્મત્ત અન્યા અને જળમાં રહેવાથી તેના શરીરના ભાર આ થતાં તેણે ઉઠવાના પ્રયત્ન કર્યાં, ત્યાં નીચે ઈંટાથી ભૂમિ હૃઢ આંધેલ ઢાવાથી, પગ ખાખર મંડાતાં તે હાથીએ, પેલી હાથણીને નેઇ, ઉઠવાને શરીર ચલાવ્યું, ત્યારે બહાર રહેલા-મહાવતાએ તે હાથણીને પ્રેરતાં, તે હાથી પાસે જઈને તેના પર પાતાની સુંઢ ફેરવવા લાગી. તેણીના ૧ વિધ્યાચલમાં બકસ્થળ નામા, સરવરની વચમાં દ્વીપ છે. તેની અહીં ઉપમા આપેલ છે.
: