________________
૧૨૨
શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર.
-
-
-
-
---
-
નામાં સ્થાપન કરી, પ્રતિરાત્રે તેની વાનગી બતાવતાં, પૂર્ણિમાની રાતે ઇંદ્રનગરમાં અમૃતાર્થી દેવાને કંઈક વેચી, ઇંદુ-વણિકે સદા મહાદેવના મસ્તક પર વાસ કર્યો.” પછી તે રને ગાડામાં નાખી આરામનંદન સાગર શેઠના ધરે આવ્યું, ત્યાં શ્રેષ્ઠીએ પૂર્વે વૃત્તાંત સાંભળેલ હોવાથી તે એકદમ તેની સન્મુખ આવ્યું. એવામાં દૂરથીજ સાગર શેઠને કૃતજ્ઞ તેણે જુહાર કર્યા. જ્યાં શ્રેષ્ઠીએ તેને ભેટીને પોતાના અર્ધાસન પર બેસાર્યો. પછી વાતચીત ચાલતાં આરામનંદને પુત્રની માફક અંજલિ જે પિતા તુલ્ય સાગર શેઠને જણાવ્યું કે–“હે તાત ! આ મેં ઉપાર્જન કરેલ ધન તમે સ્વીકારે, હું તે તમારે ચાકર છું, કારણ કે સ્વામીના પુણ્યેજ પ્રાયે વ્યવસાય ફળે છે, માટે તમે એ બધું લઈ , એના તમેજ માલીક છે. વળી પૂર્વે જતાં જતાં મેં પણ તમને સંભળાવેલ હતું. આથી જાણે દેવ સંતુષ્ટ થયું હોય, તેમ તેણે કહેતાં, સાગર શેઠે રાજી થઈને તે રત્નો પિતાના ઘરમાં રાખ્યાં.
હવે પેલા વણિકપુત્રોએ પિતાના વ્યવહારીઓને ચિંતા વધારનારી છાણાની વાત કહી, જે સાંભળતાં સર્વસ્વની ક્ષતિ થવાના ભયથી બધા એકઠા થઈ, વિચાર કરીને રાત્રે સાગર શેઠના ઘરે આવ્યા. એટલે આરામનંદન સહિત શેઠ તેમની સામે આવ્યો, કારણ કે સમુદાય માન આપવા એગ્ય હોય છે. કહ્યું છે કે અધિક ગૌરવ ધારણ કરતે અને માન્ય મહાજન પણ લઘુતાને પામે. દાવાનળ અને પૂર્ણ ચંદ્ર તે દીપક અને બાળચંદ્રને ન્યૂનજ જુએ છે. પછી તેમને યથાગ્ય આસને આપવામાં આવતાં તે તજીને ઈષ્ટ દેવની જેમ તેઓ આરામનંદન સમક્ષ બેઠા, અને જાણે શીતારૂં હેય તેમ કંપતા તે દીન વચનથી કહેવા લાગ્યા કે—હે ધીમ! અમે તારા પૂરા દેવાદાર છીએ. તમે બે વાર નિષેધ કરતાં પણ