________________
૧૨૬
શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર.
છતાં તેઓ પર માબાપ પણ સદા સ્નેહવંત રહે, માટે તેના વિના હું અગ્નિમાં પેસી મરણ પામીશ.” એમ બોલતાં તે ઉતાવળે પગલે ચિતા તરફ દેઢ ગઈ, ત્યારે સાક્ષાત્ પ્રમાણે જેતે આરામનંદન તરત ઉઠ્યો અને ભ્રમથી મેટે સાદે બોલી ઊઠ્યો કે—હે પ્રિયે! મને જતી નથી શું?” એમ ઉચેથી બોલતાં તેને સાંભળી પરિજને તરત ઉઠ્યા અને વારંવાર કહેવા લાગ્યા કે– એ શું બેલ્યા?” તેવામાં સાગરશેઠે જણાવ્યું કે –“અરે! માંત્રિકને શીઘ બેલા” ત્યાં પોતે ચૈતન્ય પામતાં આરામનંદન બેલ્યો કે “મને આરામ છે, માંત્રિકને પાછા મેકલે, તેમની અહીં શી જરૂર છે? હું તે સ્વપ્નવશે આમ ઉંચેથી બે .” એમ તેમને પાછા મેકલી, આરામનંદન ચિંતામાં પડ્યો કે—મારી પ્રિયા એકદમ ચિતામાં પડવા કેમ તૈયાર થઈ? એ સ્વપ્ન મને રેગ કે ચિંતાથી આવેલ નથી, પણ દેવતાએ બતાવેલ એ સત્યજ ભાસે છે, જેથી મારા અંગે તાપ ગ્લાનિ અને મતિમ થાય છે, હવે શું કરું અને ત્યાં કચુકી વિના કેમ જાઉં? અથવા તે કંચુકીની વાત પણ પ્રિયા વિના શાંત થઈ; કારણ કે તે મારા વિશે ચિતામાં ચડી હશે. એટલે સ્ત્રીહત્યાના પાતકથી ભારભૂત એવા મને પૃથ્વી પણ ઉપાડવાને અસમર્થ છે, તે કયાંક પર્વતપર અનશન કરીને હું મરણ પામું. એમ મનમાં નિશ્ચય કરી, સાગરશેઠની અનુજ્ઞા લઈ તે તરતજ પર્વત તરફ ચાલ્ય, અને ઉતાવળે જતાં તે પર્વતની તળેટીએ પહેઓ કે જ્યાં કેટલાક વેગીઓ ક્રિયા કરતા, તેના જેવામાં આવ્યા, જેમાં કેટલાક મૃગચર્મપર આસન લગાવી,
ગપટ્ટ ધારણ કરી, આત્મસ્વરૂપને જતા હતા, કેટલાક આનંદકારી નાદરસપૂર્વક ઉચ્ચ સ્વરે સંગીત ઉચ્ચારતા મૃગસમૂહને આનજ પમાડતાં, કેઈ હાડકાના ઢગપર આલેટતા, કેઈ સ્વેચ્છાએ