________________
૧૨૮
શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર.
અને ભૂત, વેતાલ, પ્રેત, શાકિની, રાક્ષસપ્રમુખ તરત પરીક્ષા કરવા આવતાં, મંડળની તરફ તેઓ ફરવા લાગ્યા. ત્યાં ઉંચેથી તેમણે કિલકિલારવ કરતાં, એક હેલા માત્રમાં જાણે દિશાઓ નાસી ગઈ કે તેના ગજ્જરવથી જાણે આકાશ ફુટવા માંડયું હોય, છતાં આિરામનંદન તે નિર્ભય થઈને જ ત્યાં ઉભે હતે. તેવામાં આવેલા વેતાલેમાંના એકે કેપ લાવીને તેને જણાવ્યું કે “અરે! તારું હવે આવી બન્યું છે, માટે ઈષ્ટ દેવને યાદ કરીને શસ્ત્ર લઈ લે, આજે યમપુરીમાં જવાને તારે માટે ઉત્તમ દિવસ છે.” એમ કહેતાં તે વેતાલ આરામનંદન સામે દેડ્યો, તેવામાં તેના ઘાતને ચુકાવીને તે વેતાલને બાઝી પડ્યો અને પિતાનું બળ વિકસાવી તેણે વારંવાર મુષ્ટિ વતી વેતાલને એ તે મર્મસ્થાને માર્યો કે જેથી તે જમીન પર પડી જતાં કહેવા લાગ્યા કે –“હે સાત્વિક ! તારા પર પ્રસન્ન છું.” પછી મુક્ત થતાં વેતાલ પુનઃ આરામનંદનને નમીને કહેવા લાગ્યું કે—તારા પરાક્રમને હું આધીન છું, બેલ, તારૂં ઈષ્ટ શું કરું?” ત્યારે તેણે કહ્યું હું કષ્ટમાં તને યાદ કરીશ, તે વખતે તું સત્વર આવીને મને મદદ કરજે.” તેણે તે વાત કબૂલ કરી, પુનઃ પ્રણામ કરી પાછા વળતાં આપ્ત જનની જેમ આરામનંદનને જણાવ્યું કે હે ભદ્ર! એ એગીના કહ્યા પ્રમાણે તું અગ્નિની તરફ ભમીશ નહિ; નહિ તે તે માયાવી પિતાની સિદ્ધિ નિમિત્તે તને અગ્નિમાં નાખશે, કારણ કે ખલને દૂરથી ત્યાગ કરે, પાસે–સાથે મળતાં તે અનર્થનું કારણ થાય છે. જુઓ, છાશ દુધમાં ભળતાં તે મંથન કરાવે છે;” એમ કહી, ફરી નમીને વેતાલ પિતાના સ્થાને ગયે અને આરામનંદન યોગી પાસે ઉભે રો, ત્યાં રોગીએ આકૃષ્ટ કરેલ દેવી આવીને કહેવા લાગી કે
હે ગિન! કહે, શું કરવાનું છે?” તે બોલ્યો કે મારે