________________
સમ્યક્રવ ઉપર આરામનંદનની કથા.
૧૦૫
એવા સમયમાં રૂપ-ગુણે સમાન પોતાની પત્ની સાથે રમતો આરામનંદન એકદા નર્મદામાં જળક્રીડા કરવા ગયે, ત્યાં પોતાની પ્રમદા સાથે ગીષ્માર્ત તે નદીજળમાં ક્રિીડા કરે છે, તેવામાં ફુલની ગુંથેલ કંચુકી પ્રવાહમાં તણાતી નજરે પડી. તેને ચિત્રકની જેમ જતી જોઈ પદ્માવતી કેતકથી બેલી કે–“હે પ્રાણેશ ! જુઓ, જુઓ, આ કંચુકી કેમ આવે છે?” કલ્પવૃક્ષના પુષ્પ-પરિમલયુક્ત, - નર્મદાના પ્રવાહમાં તે પુષ્પકંચુકી દૂરથી આવતી જોઈ પાવતી ભારે કૌતુકથી નેત્ર વિકસાવી પુનઃ કહેવા લાગી કે હે નાથ! મને ગમે તે રીતે એ કંચુકી લાવી આપે.” તે બે —હે તન્વી ! એ બાણની જેમ મહાજળમાં જે, કેમ આવે છે? તે એ હાથ ન આવે ! તે બોલી–તે નર્મદા એજ મારી ગતિ છે.” એવા આગ્રહમાં તણાયેલ તેણે પિતાનું વચન ન ફેરવ્યું, એટલે આરામનંદન નાવપર બેસીને તે પુષ્પ કંચુકીની પાછળ ચાલ્યા. એમ તે જેમ જેમ તેની પાછળ જાય છે, તેમ તેમ ભારે વેગથી હંસની જેમ તે આગળ વધતી જાય છે, તેવામાં નદીમાં ચાલતાં રાત પડવા આવી, ત્યાં દૂર પ્રદેશના કાંઠે તે કંચુકી અટકી. એટલે તેને લેવા માટે આરામનંદને પિતાને હાથ લંબાવ્ય, તેવામાં તે કંચુકી જેના શિરે છે એવી કઈ સ્ત્રી પાણી થકી બહાર આવી, ત્યારે આરામનંદન ચિંતવવા લાગ્યું કે અહે ! આ શું આશ્ચર્ય પૂર્વે નદીમાં ન દેખાતી અને મગ્ન થઈ રહેલ એ સ્ત્રી ક્યાંસુધી આવી? ઠીક છે હવે જોઉં તે ખરે કે તે ક્યાં જાય છે?? એમ ધારી નાવિકને નાવમાં મૂકી, તે તેની પાછળ લાગે. પછી નર્મદાના તીરે રહેલ કાળિકા દેવીના મંદિરમાં તે સ્ત્રી અને આરામનંદન ગયા. ત્યાં તેણીએ તે કુસુમ–કંચુકી કાલિકાને પહેરાવતાં અંજલિ જે કહ્યું કે–“હે દેવી! મને કલ્યાણ આપનારી એ.” એમ કહી બહાર નીકળીને તે સતી એકેદમàગથી ચાલી