________________
અજાપુત્રની કથા.
આપે. તથા કુમારની શુદ્ધિ તેણે કહી સંભળાવતાં અમાત્યે ધીરજથી સભામાં આવી સહર્ષ તે લેખ વાંચવા માંડે કે – “હું શુકની પાછળ તરત આવીને શત્રુઓને હણશ માટે હે અમાત્ય ! તારે મનમાં કેઈને ભય ન રાખવે. એમ વાંચી, વિશેષથી નિર્ભય થઈને તે બે કે- સ્વામી જ્યારે નિર્ભય થઈ ધીરજ આપે, તે સેવકે સદા નિર્ભયજ રહે.” પછી ગુટિકાના યોગે ભારંડપક્ષીનું રૂપ લઈ પોતાની પાંખમાં તેમને બેસારીને અજાપુત્ર તરત તે નગરમાં આવ્યું. ત્યાં આવતાં, નગરની તરફ સૈન્ય જોઈ, કુમારે અજાપુત્રને અરિવધને ઉપાય પૂછો એટલે મૂળ રૂપમાં આવીને તેણે જણાવ્યું કે –“શામથી સાધ્યને દંડ ન કરે માટે એ તારા શત્રુઓને હું શામથીજ સાધ્ય કરીશ. વળી તું જે એમ માનતે હોય કે “રિપુવધ વિના પિતૃવધને બદલે લેવાશે નહિ તે તારા દેખતાં બધા શત્રુને નાશ કરું.” ત્યારે કુમારે તેમ કબુલ કર્યું. પછી અજાપુર સહિત કુમાર મુખ્યદ્વાર પાસે આવ્યા અને દ્વારપાલને જણાવ્યું કે–“તું મહા પ્રધાનને જઈને કહે કે
શુકે નિવેદન કર્યા પ્રમાણે તે પુરૂષ દ્વારપર બેઠે છે.” દ્વારપાલે તે પ્રમાણે મંત્રીને જણાવતાં તે ભારે હર્ષથી પતે ત્યાં આવી, કુમારને નમીને તે બધાની સાથે મહેલમાં લઈ ગયે. ત્યાં વૃત્તાંત પૂછતાં અને. કહેતાં મંત્રીએ રાત વ્યતીત કરી અને પ્રભાત થતાં તેણે ભારે - ઉત્સાહપૂર્વક કુમારને રાજ્યસને બેસાર્યો એટલે વિપક્ષ–ગ્રીષ્મથી સંતપ્ત થયેલ તે નગરને તત્કાલ આવી ચડેલ મેઘની જેમ તે રાજાએ શાંતિ પમાડી. તેવામાં મંત્રીએ ઘેષણ કરાવી કે –“ આ નગરમાં વિમલવાહન રાજા વિદ્યમાન છે. આથી શત્રુઓ હસી કરતા પરસ્પર કહેવા લાગ્યા કે–“શું એમ કરીને આપણને બીક બતાવે છે?” આ વખતે નગર અને પિતાના શેકથી અંતરમાં