________________
સત્ત્વ ઉપર જીમૂતવાહનની કથા.
~
~~
~
પિતાના પુત્રને વસ્ત્રથી ઢાંકી પુનઃ આશંકા લાવતાં તેણે પ્રણામ કર્યા. ત્યારે જીમૂતવાહન બોલ્યા કે –“હું મારા પ્રાણના ભાગે પણ તારા પુત્રનું રક્ષણ કરીશ.” ત્યારે વૃદ્ધા બોલી કે –“હે વત્સા તું મારા શંખચૂડથી અધિક છે. સેંકડે વરસે આ ધન્ય, સૌમ્ય, દેહથી તું સુખ ભગવતે રહે,” એમ વૃદ્ધાના બોલતાં અતિ વિરમય પામેલ શંખચૂડ જરા હાસ્ય કરી અંજલિ જોડીને જીમૂતવાહનને કહેવા લાગે કે–“હે સત્ત્વશાળી! તારા દર્શનથી બહુ આનંદ થયે. અહે! પિતાના પ્રાણના ભેગે તું મને બચાવવા તૈયાર થયું છે, તે તૃણાર્થે રત્નવિક્રય કેમ સહન થાય? સાગરમાં કૌસ્તુભ વિના અન્ય ઉત્તમ રત્ન ક્યાંથી? પરંતુ આ જે મારી માતા છે તે હે સ્વામિન્ ! જાણે તમારી માતા પણ તેજ હોય તેમ તને જોતાં ક્ષણવારમાં ચિરકાલના બંધુ જેટલે નેહ પ્રગટે છે.” એમ નાગકુમારનું વચન સાંભળતાં જીમૂતવાહન કુચિત કહેવા લાગ્યા કે –“હે ભદ્ર! તું બહુ વિચિત્ર બોલે છે. આ વૃદ્ધ માતા તું કુલાલંકાર પુત્ર વિના કેમ જીવી શકશે? હે મિત્ર ! માતાઓને પુત્રનું દુઃખ સદા અસહ્યા હોય છે, તે તું તારા જીવિતથી એ વૃદ્ધાને બચાવ. વળી આ પ્રાણદયિતા શું તારા વિના આવવાની છે એમ હે કુશળ! તું બનેના પ્રાણત્યાગમાં કારણભૂત ન થા. હે મહામતિ, મારા શરીરે એ ત્રણેનું રક્ષણ કર.” એમ કહી તે શંખચૂડને પગે પડે ત્યારે માતા અને ભાર્યાએ વિનવ્યા છતાં તેણે માન્યું નહિ તેવામાં રાજાએ કહ્યું કે—ગરૂડ આવે છે, માટે જા.” એટલે તે બે કે–“હું ગોકર્ણ તીર્થના દર્શન કરવા જાઉં છું.” એમ કહી વધુ–માતા સહિત તેને જતાં અકાળે પ્રચંડ પ્રલયકાળના વાયુ વડે જગત્ વ્યાકુળ થતાં, ઉછળતા મગરવડે સાગરના તરંગો વિકટ રાળ ભાસતાં તથા પાંખના પવનવડે ગરૂડને આવતે જાણીને જીમૂતવાહન તરત વધ્ય-શિલાપર ચડી બેઠે. ત્યાં વિવાહના વક