________________
હરિશ્ચંદ્રની કથા.
- ૬૧
એકાંતમાં કહ્યું કે –“રાજા મુનિને દેવાદાર હોવાથી તમારી પાસે સુવર્ણ માગે છે.” ત્યારે એકબીજાના મુખ સામે જોતાં, સુવર્ણ આપવાને ઉત્તર લેવા હરિશ્ચંદ્ર પિતે આવીને યાચના કરતાં જણાવ્યું કે–“હે નાગરો ! તમે અંજલિમા સુવર્ણ આપે, તે શું માત્ર છે? તેટલું ગમે ત્યાંથી ભાગીને હું તમને લાવી આપીશ.” તેમણે કહ્યું—અમારી પાસે અલ્પ સુવર્ણ પણ નથી, તે એક લક્ષ કયાંથી આપીએ ?” એમ બોલતા વણિકે રાજાએ વિસજન કરતાં પોતાના ઘરે ગયા. પછી વિલક્ષ થઈને રાજા વિચારવા લાગે કે–અહો ! હવે શું કરું અને કયાં જાઉં? એટલું સુવર્ણ ક્યાંથી લાવું? અરે! ધિકાર છે કે આવી સ્થિતિ ક્યાંથી આવી પી?” એવામાં કેપથી અધર કંપાવતે કુલપતિ બે –
અરે! અદ્યાપિ વિલંબ કેટલે? હે રાજન્! મને વિદાય કર.” ત્યાં વસુભૂતિએ મુનિને કહ્યું—“તમે વિશ્વના જેનાર છે, તે હરિશ્ચંદ્ર સમાન કયાં સાત્વિક કેઈ જેવામાં આવ્યું છે?” એટલે અંગારમુખ બોલ્ય-“તારા જે મંત્રી અને હરિશ્ચંદ્ર જે રાજા ક્યાં થવાને નથી.” પછી મુનિએ રાજાને કહ્યું– અરે માયાવી? આમ મૃષાવાદથી શું? મધ્યાન્હ કાળે કરેલ પ્રતિજ્ઞાને ભંગ શા માટે કરે છે? તારું સત્વ અને આ સત્ય બધું જોઈ લીધું.’ ત્યાં અંગારમુખ રાજાને કહેવા લાગે-“હે રાજન! એક ક્ષણવારમાં પિતાના કુળ, યશ, અને લેકને અકસ્માત ક્ષય શા માટે વાંછે છે?” જ્યારે રાજા બહીતે –“હે મુનિ! શું તમારાથી પણ અમારે ક્ષય હેઈ શકે? જુઓ, ઉદયાચલપર તે ગ્રહને ઉદય હોય.” તેવામાં મુનિએ રાજાને પાદપ્રહાર કરતાં, રાજા તેને પગે પડયે. ત્યારે કેપ અને ક્ષમાના તે બંને દષ્ટાંતરૂપ થઇ રહ્યા. પછી અંગારમુખે કેપ લાવીને રાજાને જણાવ્યું કે હે મૃષાવાદના મહાસાગર કૃપાધમ ! તું અમને હેરાન શા માટે કરે