________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
આવાસમાં જાઓ. કારણ કે ઔષધિ લઈ, સ્વમુષ્ટિવતી પર્વતને પીસતાં, તેનું ચૂર્ણ જોઈને તે દેવતા રાજાને આધીન થયે છે. લક્ષમીવતી તરફ ચક્ષુ ફેરવતાં કહેવા લાગી કે-“એ અધમ દેવે તૈયાર કરેલ તત સીસા તુલ્ય વચનથી તપાવેલ કર્ણપુટને અમૃતના સિંચન સમાન એ વચન કેણે કહ્યું? અથવા તે ક્ષણવાર પછી તે બધું વિસ્તારથી જાણવામાં આવી જશે. તેવામાં વસ્ત્ર ધોનાર દાસીએ પ્રવેશ કરીને જણાવ્યું કે “હે સ્વામિની! તારે જય થાઓ, તું જય પામી લક્ષ્મીવતી જોઈને બેલી કે –“એ કોણ છે કે જે આર્યપુત્રના કુશળ સમાચાર જાણીને મને કહે. પણ તે જાણું, પાછી પ્રિયવંદ દાસી અહીં આવી છે. તેને હું પૂછીશ.” એમ સમજી રાણ પુનઃ બેલી કે—હે સખી! તે દેવ આર્ય પુત્રને વશ થયે, એ વાત કેણે નિવેદન કરી? તારા સાંભળવામાં
એ આવ્યું છે?” પ્રિયંવદા બોલી–હે સ્વામિની! વિવિધ -દંડ-ચુદ્ધ કરતાં, પરાજિત થયેલ દેવતા, રાજાને વશ થયે, એમ સંભળાય છે. વળી એમ પણ મારા સાંભળવામાં આવ્યું છે. ત્યાં લક્ષ્મીવતી વચમાં ઉતાવળ કરીને બેલી કે–“હું સાવધાન છું, શું તેં સાંભળ્યું છે, તે કહે.” પ્રિયંવદાએ કહ્યું—“અષ્ટમી પ્રમુખ ધર્મતીથીએ સ્વામી ધર્મસ્થાનમાં નિશ્ચલ મનથી કંઈક ધ્યાન કરે છે. તે તે તમે જાણે છે. સર્વ લોકમાં પ્રસિદ્ધ એવું કંઈક વિશેષ કાર્ય સ્વામી કરતા લાગે છે, આજે અષ્ટમી સમજી, યુદ્ધમાં થયેલ પાપની શુદ્ધિ કરવા, આ સ્થાનથી બારેબાર સ્વામી ધર્મશાળામાં ગયા હશે. ત્યાં રહેતાં, તત્કાલ આકાશ થકી મને વગે ઉતરતાં, ભયભીત થઈ, સર્વોગે કંપતાં, સ્કધમાં સંકોચ પામતાં એક કબુતિર મનુષ્ય–ભાષાએ લતાં, ત્રણ ભુવનના એક શરણ એવા સ્વામીના ચરણે આવી પડશે. આ વખતે મેં પારેવાને બલતે સાંભળે કે “હે ક્ષમાનાથ! હે પૃથ્વીપતિ! મારું રક્ષણ કર, રક્ષણ